________________
૨૩૪
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
સમાન છે; પણ આ વાત ત્યારે જ સમજાશે અને ખ્યાલમાં આવશે કે શ્રીતીથ “કર મહારાજાએ પહેલા પહારે દેશના દે છે, ખીજે પહેારે ગણધર મહારાજાએ દેશનાના હકદાર કેમ હાય છે?, કહેવુ પડશે કે બંનેની દેશના એક સરખી હાય છે. પ્રરૂપણામાં જેવી પ્રથમ પહોરે શ્રીતીર્થંકર દેવની પ્રરૂપણા હાય છે, તેવી જ ખીજે પહેારે શ્રી ગણધર મહારાજની પ્રરૂપણા હાય છે. ત્યારે નિયમ એ છે કે જેવી કેવલીની દેશના તેવી જ શ્રુતકેવલીની દેશના, તથા જેવી શ્રુતકેવલીની દેશના તેવી જ કેવલીની દેશના
આહારક શરીરને અગે.
સંશય વિચ્છેદાથે, નવા પદાર્થ જાણવા માંટે, અસ'ભિન્ન ચૌદ પૂર્વી ને, શ્રીતીથ કરદેવ પાસે મોકલવા માટે આહારક શરીર કરવાની છૂટ. અનુત્તરના દેવતાઓ પુણ્યમાં ચઢીઆતા છતાં એમનામાં આહારક શરીર અનાવવાનું સામર્થ્ય નથી. એ શરીર તા મનુષ્ય ગતિમાં ચૌદ પૂર્વ ધરા જ બનાવી શકે છે. આહારક નામ કર્મના ઉદયે તેવાં પુદ્ગલા ગ્રહણ કરી આહારક શરીર રચવામાં આવે છે. આહારશરીર પહાડ વચ્ચેથી પસાર થયા છતાં પહાડમાં કાણું પડતું નથી, તેમજ પહાડને લીધે આહારક શરીરને પણ ધક્કો વાગતા નથી. એ શૌરને કશાથી સ્ખલના થતી નથી, અગર એ પણ કાઈ ને સ્ખલના કરતુ નથી; એટલા એ પુદ્ગલા સૂક્ષ્મ વ્હાય છે. ઔદારિક શીર પાપનાં પોટલાં બધાવે છે. સાતમી નરકને લાયક વેદનીય તથા આયુષ્ય કર્મ ઔદારિક શરીર બ ંધાવે છે. વૈક્રિય શરીર સાતમી નરકને લાયક વેદનીય કે આયુષ્યના બંધ કરી શતું જ નથી. વૈષ્ક્રિય શરીરધારી સાતમીનું આયુષ્ય ભોગવે છે, પણ અંધ તે ઔરિક શરીરથી જ થયેલા છે, તે જ કર્મ-અધ ભાગવે છે. સચતને પાપાની પ્રતિજ્ઞા કરનારને જ આહારક લબ્ધિ હોય. આહારક શરીર પાપના અનુબંધવાળુ નથી. આહારક શરીર પાપથી દૂર રહેવાવાળુ જ છે, તેથી શુભ, સ્વચ્છ, અને અભ્યાઘાતિ છે. સૂર્યના પ્રકાશ જેમ કાચમાં સ્ખલના પામતો નથી, કારણકે પ્રકાશના પુદ્ગલા કાચના પુદ્ગલે કરતાં ખારીક છે, તેવી જ રીતે આહારક શરીરના પુદ્ગલા પણ પહાડ વિગેરેના પુદ્ગલ કરતાં ખારીક છે; જૈથી આરપાર સોંસરા તે શરીરે વગર સ્ખલનાએ કાણું પાડ્યા વગર નીકળી શકે છે.