________________
૨૦૦.
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છઠ્ઠો
ઉપાદાન તથા નિમિત્ત કારણ બનેના કારણભૂત વાયુ જ છે. બાદર પૃથ્વીકાય એટલે એક આંગળ જેટલી જગ્યામાં અસંખ્યાત એકઠા થાય તે જ દેખાય, પણ ગમે તેટલે ઘંઘાટ જમ્બર હોય, તે પણ શબ્દ નજરથી નથી દેખાતે. જેમ એક શબ્દનાં તેમ ઘણાં શબ્દોનાં પગલે પણ જોઈ શકાતાં નથી. તે જ રીતે સૂક્ષ્મનું શરીર એકનું હોય કે અનેક સૂનાં શરીરો, તે પણ જોઈ શકાય નહિ. સ્કૂલ પૃથ્વીકાયના પુદ્ગલેની જેમ બાદર પૃથ્વીકાયના પુદ્ગલેનું પરિણમન છે. આખા જગતમાં વ્યાપક માત્ર પાંચ સ્થાવર જ છે.
શકિત મેળવવાને સમય તે અપર્યાપ્તાપણું, અને શકિત મેળવાયા પછી પર્યાપ્તાપણું. સૂમ, બાદર, પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા ચાર ભેદ પાચે સ્થાવરમાં એટલે એકેન્દ્રિયમાં છે. બેઈન્દ્રિયમાં સૂમ કે બાદર એવા ભેદ નથી, બેઈન્દ્રિય કયારે કહેવાય?, રસના ઈન્દ્રય પ્રાપ્ત થાય ત્યારે બેઈન્દ્રિય કહેવાય. રસના ઈન્દ્રિયવાળે રસનો અનુભવ કરે છે સૂમને રસ ગમ્ય ન હોય. આથી રસના ઈન્દ્રિય સ્કૂલમાં જ માની શકાય. તેમાં બેઈન્દ્રિયમાં) સૂમને ભેદ રહેતું જ નથી. એ જ નિયમ આગળ પંચે દ્રય પર્યત સમજી શકાય તેમ છે. બેઈન્દ્રિયાદિ જવાનું આથી આખા જગતમાં વ્યાપકપણું રહેતું નથી. માત્ર પાંચ સ્થાવર જ જગતમાં વ્યાપક છે.
કુંભીથી શરીર મોટું ! પંચેન્દ્રિય ના ચાર ભેદોમાં પ્રથમ નારકને છે. ઉત્કૃષ્ટ પાપનાં વિપાકને ભેગવવાનું સ્થાન નરક છે. નરકમના જે તે નારકી. કદાચ તમે પૂછશે કે “જીવને તમે નારકી કયાથી કહે છે? મધ્યગતિ કે તિર્યંચ ગતિમાંથી નીકળે ત્યારથી કે નરકમાં ઉપજે ત્યારથી? અહીંથી કઈ વસ્તુના ઉદયે એ જીવ ત્યાં ગયે? અહીંના આયુષ્યના છેલ્લા સમયથી જ નારકી. મનુષ્ય કે તિર્યંચનું પંચેન્દ્રિ આયુખ્ય સમાપ્ત થયું કે બીજા જ સમયથી નારકી. નારકી મરીને ફરી નરકમાં ન ઉપજે. મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયનું આયુષ્ય પૂરું કર્યું એટલે નરક તરફ પ્રયાણ કરનાર જીવ રસ્તામાં નરકાયુ ભોગવે છે. રસ્તાનો સમય, બે કે ત્રણ સમય એટલે