________________
પ્રવચન ૨૨૩ મું
૧૯
એ પુદ્ગલે તેલને, વજનને એગ્ય નથી. રેતનું અને અજવાળાનું તે સમજવા માટે દષ્ટાંત આપ્યું. તે વસ્તુને ખ્યાલ સહેલાઈથી લાવવા માટે અપાય છે. બાદર પૃથ્વીકાય એક હોય તે ન દેખાય. ભારની ચીજ છતાં બારીક હોવાથી ભાર ન લાગે. દર પડેલો એક વાળ ન દેખાય પણ વાળને જ દેખાય. બાદર પૃથ્વીકાયના કેઈ છનાં શરીર એકઠાં થાય ત્યારે દેખી શકાય. એક પૃથ્વીકાયનું શરીર પણ દેખવું
ગ્ય છે. સૂમ અને બાદર એ ભેદ પુદગલ પરિણામની વિચિત્રતાને લીધે માનવા પડ્યા. સ્થાવર દેખાવા યેગ્ય છતાં બે પ્રકાર માનવા પડે. પૃથ્વીકાય તથા અપકાય ચક્ષુથી દેખાય છે, પણ વાયુકાય બાદર હોય. તે દેખી શકાતું નથી. પ્રભા, તેજ માત્ર ચક્ષુથી ગ્રાહ્ય છે. સ્પર્શથી ન જણાય. દેખવા લાયકના બે વિભાગઃ નહિ દેખવા લાયકના સંયેગથી. ન દેખવા લાયક ના બન્યા. અને દેખવા લાયકના સંયોગથી દેખવા લાયક ના બન્યા. હાઈડ્રોજન અને ઓકિસજનની સ્થિતિ વિચારે. વાયુરૂપે તે પાણી રૂપે અને પાણી રૂપે તે વાયુરૂપે થયું ને ! અહીં કઈ તર્ક કરે કે: “જ્યારે વાયુ એ જ પાણી, પાણી એ જ વાયુ, તે એ ભેદ જૂદા શા માટે માને છે? સ્થાવરના ચાર ભેદ માનેને! બાળક જુવાન થાય તેથી શું જુવાનને જીવ જુદો માને ? આપણે તે સંયોગે. ઉત્પત્તિ માનીએ છીએ. કેટલીક વખત વાવવાથી પણ ઘાસ થાય, અને વગર વાગ્યે પણ ઘાસ થાય. માટે ઘાસ માન્યા વિના છૂટકે નથી. વાયુમાંથી પાણી થાય એટલે વાયુના છ મરી જાય છે અને પાણીના જી ઉપજે છે.
જૈન દર્શનમાં સંગથી ઉત્પત્તિ માનેલ છે
માટીમાં ઉત્પન્ન થયેલા અનાજ દ્વારા આ મનુષ્યનું શરીર પણ વધ્યું ને ? બાળીને રાખ થયા પછી પાછી માટી ! ક્ષણિક સાંયે ગક ઉત્પત્તિ તથા નાશ માનવામાં જૈનોને વાંધો નથી. આપણે આમ આધુનિક વિજ્ઞાનને અંગે કહીએ છીએ તેમ નથી, પરંતુ શ્રી સૂયગડાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કે અપૂકાય વાયુ ઉપાદાન કારણ તથા વાયુ નિમિત્ત કારણ છે. લુગડાનું ઉપાદાન કારણ સૂતર, ઘડાનું ઉપાદાન કારણ માટી. ઘણીવાર ઉપાદાન તથા નિમિત્ત કારણ જુદાં હોય છે, તેમ અહીં નથી. પાણીમાં