________________
પ્રવચન ૨૨૦ મું
૧૮૫
પ્રવચન ૨૨૦ મું અરૂપી આત્મા સાથે રૂપી કમને સંબંધ શી રીતે?
શ્રી ગણધર ભગવાને નિરૂપણ કરેલ પંચમાગ શ્રી ભગવતીજીના આઠમા શતકને પ્રથમ ઉશામાંને પુગલ પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. સંસારી જેમાં તથા મેક્ષના માં સ્વરૂપે કશે ફરક નથી. ચાહે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રહેલે જીવ લે, ચાહે સિદ્ધિમાં રહેલ જીવ ભે, પરંતુ સ્વરૂપે તે બન્ને સમાન જ છે. ખાણમાંનું સેનું, તથા લગડીનું સેનું, બને સુવર્ણરૂપે સરખાં જ છે. જે સોનું શોધાય છે ત્યાં એમ નથી માનવાનું કે ભટ્રી નવું સોનું ઉત્પન્ન કરે છે. ખાણના સોનામાં મારી હજી મળેલી છે, જ્યારે લગડીનું સોનું માટીથી અલગ થયેલું છે. તન ચોખા સનાને ચાર્ટર બેંકનું સેનું કહેવાય છે, અને ભેળવાળા સેનાને અશુદ્ધ સોનું કહેવામાં આવે છે. તે જ રીતિએ સંસારી જીવમાં તથા સિદ્ધના જીવમાં જીવ-સ્વરૂપની દષ્ટિએ તિભાર પણ ફરક નથી. કર્મથી લેપાયેલ તે સંસારી જીવ, અને કર્મથી મુક્ત તે મુક્તિના (સિદ્ધના) જીવ. જેને સત્તામાં, બંધમાં, ઉદયમાં, ઉદીરણામાં કર્મ હોય તે સંસારી જીવ, તો જેને સર્વથા તે કર્મ નથી તે બધા મુક્તિના જીવ. સંસારી જીવમ કર્મ ભળેલું છે. કર્મના ભેળસેળને લીધે શરીરની પણ ભેળસેળ થાય. કાને વળગે છે, માટે નો થાય છે. હાથ પકડે તે કાને ખસવું હોય, જવું હોય તે પણ ખસી કે જઇ શકે નહિં, તેવી રીતે જીવ શરીરે બંધાઈ રહ્યો છે. શરીર ન છૂટે ત્યાં સુધી જીવ ખસી શકતો નથી, જીવ આખા શરીરમાં વ્યાપેલે છે.
થશે કે “અરૂપી આત્મા તથા રૂપકર્મ” એ બેને સંબંધ શી રીતે થાય? બીજાઓએ તે કર્મને દ્રવ્ય નથી માન્યું, પણ ગુણ માન્યો છે, જ્યારે જેનેએ તે કર્મને દ્રવ્ય માનેલું છે. ગુણ માને તે ગુણની કાંઈક અવસ્થા તે હેવી જોઈએને! કારણ કે મૂલગુણને નાશ હેય નડિ. જૈન શાસન તે કર્મને નાશથી જીવની મુક્તિ માને છે. જે કર્મને ગુણ માને તે તે મેક્ષમાં પણ જીવની સાથે જ કર્મને માનવું પડે. કર્મ પુદ્ગલ છે; ગુણ નથી. આકાશને અને આત્માને સુખ દુઃખ