________________
૧૮૪
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણવિભાગ છઠ્ઠો
હલકામાં હલકી હાલત. જીવ જ્યારે સૌથી પ્રથમ નીચામાં નીચી હાલતે હોય, તે વખતે અનંતા જીવે સાથે મળીને બરાક લે છે, અને શરીર બનાવે છે. ઘણા શરીરને જથ્થો એકઠા થાય છતાં દેખાય નહિ તેનું નામ સૂક્રમ. વરાળ ભાજનમાં દેખાય છે, પણ વિખરાતા પુદ્ગલે દેખાતા નથી. સૂક્રમપૃથ્વીકાયના જે એકઠાં થાય તે પણ નજરે દેખી શકતા નથી. ત્યાં શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું હોય છે. આનાથી હલકી હાલત બીજી કઈ?, કેઈ કદાચ તર્ક કરે અગર પૂછે કે “અસંખ્યાતમો ભાગ કેમ કહ્યો, અનંતમો ભાગ કેમ નહિ ?,” શરીરપણે ગ્રહણ થનારા પુદ્ગલે અનંતમાં ભાગે હોય જ નહિ. તેનું કારણ એ છે કે અસંખ્યાતા આકાશના પ્રદેશ છે. ચૌદ રાજલેકના આકાશ-પ્રદેશે અનંતા નથી. કેવી હલકી હાલત ! અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીર, ન દેખાય તેવું શરીર, એકી સાથે આહાર, શ્વાસોશ્વાસ લેવાય તેવું શરીર, અરે, સહીયારૂં શરીર !, સાધારણ વનસ્પતિ, અનંતકાય સૂફમ-વનસ્પતિકાયની દુનિયામાં ગણતરી નથી, અને વ્યવહારમાં પણ નથી.
અનાદિના આવા સૂકમપણાની સ્થિતિમાં અકામ નિર્જરા યેગે ઘણું દુઃખ વેઠાયું, નવું પાપ ન બંધાયું, ત્યારે જીવ ત્યાંથી બાદરમાં આવ્યું પરંતુ બારમાં પણ અનંતા જેની ભાગીદારી છે, ત્યાં પણ એક સાથે ઉદ્યમ છે. ત્યાં પણ અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીર છે, પણ ફેર માત્ર એટલે કે તે શરીર દેખાય છે. શરીર દેખાય તેવું છે, માટે તે સૂમ નહિ પણ બાકર. આ શરીર પણ અનંતા ભાગીદારોના સહીયારા પ્રયત્નથી થયેલું છે. જૈને કંદમૂળ શાથી નથી ખાતા? જૈન દર્શન શાથી તે ખાવાની ના કહે છે? તે આથી સમજાશે. પ્રત્યેક પૃથ્વીકાય, પ્રત્યેક અપૂકાય, પ્રત્યેક તેઉકાય, પ્રત્યેક વાઉકાય, પ્રત્યેક વનસ્પતિકાય, નારકી, દેવતા, તિર્યંચ, મનુષ્ય તથા સૂક્ષ્મ અને બાકર સાધારણ વનસ્પતિ વિનાની તમામ વનસ્પતિકાયના આ તમામ છ યાવત્ સિદ્ધના ભેળા કરીએ તે એનાથીયે અનંતગુણા જી, સેયની અણી ઉપર રહે તેટલા કંદમૂળના શરીરના કોઈ વિભાગમાં જીવે છે. આ સંબંધમાં વિશેષ અધિકાર અગ્રે વર્તમાન.