________________
પ્રવચન ૨૧૨ મું
૧૩૭ ત્યારે જ બલવું પડે છે, કે જ્યારે વસ્ત્રમાં અન્ય રંગ હવાને સંભવ હોય છે. પીળું સોનું કે રૂપું એમ બેલાતું નથી, કેમકે સોનામાં પીળા વિના બીજે રંગ છે જ નહિ. તેવી રીતે રૂપામાં ધળા વિના બીજો રંગ છે જ નહિ. બીજા રંગને સંભવ ન હોવાથી સેના, રૂપામાં વિશેષણ વાપરવાની જરૂર નથી. ભવનપતિ, વ્યંતર, જોતિષીમાં, જે ભેદ છે, તેમાં બધા સમાતાં હેવાથી, અને બધા જ વ્યવસ્થા ન્વત હેવાથી ત્યાં કલ્પ' શબ્દ પ્રયોગ કરવાની જરૂર નથી, અને એવું વિશેષણ લગાડવું તે ન્યાયની દષ્ટિએ પણ અયુક્ત છે. ઉલ્લાસની તરતમતા મુજબ ફળની પણ તરતમતા.
વિમાનક દેવલોકના બે ભેદ છે. કેટલાક વૈમાનિકે દશ પ્રકારની વ્યવસ્થાવાળા છે, જ્યારે કેટલાક વૈમાનિકે તેવી વ્યવસ્થા વગરના છે. કેટલાક વૈમાનિકમાં બિલકુલ ભદ નથી, અર્થાત્ ત્યાં બધા જ સમાન છે.
જ્યાં બે ભેદ જ નથી પડતા, ત્યાં વિશેષણની જરૂર રહેતી નથી. શુદ્ધ લેશ્યાવાળા છ દશ પ્રકારની વ્યવસ્થાવાળા બેમાનિક દેવા થાય છે. ભલે શુદ્ધ વેશ્યાવાળા જ માન્યા, પણ તેમાંય પરિણીત બધામાં એક સરખી હોય એમ માની શકાય નહિ. અનુભવથી જોઈએ છીએ કે ધર્મ ક્રિયામાં પણ ઉલ્લાસની મંદતા–તીવ્રતા દેખાય છે. ધર્મ કામા પરિણાત કાયમ સરખી રહેતી નથી. શારીરિક, કૌટુંબિક, વ્યાવહારિક કારણને ધક્કો મારીને પણ ધર્મ કર્તવ્ય ગણ છે, છતાં તે વખતે પારણામની ધારા કેવી બને છે? એક મનુષ્ય જીવનના ભોગે ધર્મ ટકો યાને ધર્માનુષ્ઠાનમાં અડગ રહે છે. એક મનુષ્ય તે અડગ ન હોય, એક મનુષ્ય સાહજિકપણે ધર્મ ટકાવે, એક મનુષ્ય શારીરિક, વ્યાવહારિક અડચણને વેઠીને પણ ધર્મમાં ટકી રહે અને એક તેમ ન ટકે, એ પ્રમાણે તેઓને મળનારા ફળમાં પણ ફરક પડવાને, અને ઉલ્લાસની તરતમતા મુજબ ફળ પણ તરતમતાવાળા જ મળવાનાં.
હરિબળ-માછીમારની દઢતા ! નિયમમાં દતા માટે, બીજા કેઈનું નહિ, માછી હરિબલનું ઉદાહરણ વિચારીએ. ‘જાળમાં જે માછલું પહેલું આવે તેને છોડી મુકવું, આટલો