________________
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણ વિભાગ ૬ ઠ્ઠો
પ્રથમ સમયને આત્મા તથા સિદ્ધઅવસ્થાને આત્મા બંને સ્વરૂપે સરખા છે.
એકેન્દ્રિયપણું, બેઈન્દ્રિપણું, તેઈન્દ્રિપણું, ચૌરન્દ્રિયપણું, પંચેન્દ્રિપણું તેમાં દેવપણું, મનુષ્યપણું, તિર્યચપણું, નારકીપણું, આ તમામમાં પુદ્ગલ પરિણામને અંગે જ ફરક છે.
સંજ્ઞા હોય ત્યાં જ અસર થાય. સૌથી પ્રથમ સ્વાભાવિક પુદ્ગલ પરિણમન છે. અનાજની ઉત્પત્તિમાં સીધે પ્રયત્ન હેતે નથી. પાછળથી લણાય, દળાય, રેટ થાય, પરંતુ ઉત્પત્તિ સ્વાભાવિક. એકેન્દ્રિયથી ચાવત્ પંચેન્દ્રિય પર્વત જીવ આહારના પુદ્ગલે ગ્રહણ કરે તે સ્વાભાવિક. દાણા મનુષ્ય પણ ખાય, પશુ પંખી પણ ખાય, ખવાતા દાણુ એક સરખા, પણ પરિણમન ખાનારના શરીર મુજબ થાય. જે જાતિ હોય તે જાતિના દેહને યોગ્ય પરિણમન થાય. એકેન્દ્રિયમાં કાયાની અપેક્ષાએ પાંચ પ્રકારે છે. એકેયમાં જે નામે પાડ્યાં ત્યાં પાછળ “કાય’ શબ્દ સૂચવે છે, કે તેના શરીર જ તે રૂપ છે? પૃથ્વીકાય એટલે પૃથ્વીરૂપ જેનું શરીર છે તે. અપૂકાય એટલે પાણું રૂપ કાયા ધરાવનાર તેઉકાય એટલે અગ્નિરૂપ જેનું શરીર છે તે. વાઉકાય એટલે જેનું શરીર જ વાયુરૂપ છે. વનસ્પતિકાય એટલે વનસ્પતિ જ જેનું શરીર છે તે,
પંચેન્દ્રિયમાં ચાર ભેદ. એ ચાર સ્થાનમાં બે પ્રકાર ઉત્કૃષ્ટ પાપવિપાક ભેગવવાનું સ્થાન, ઉત્કૃષ્ટ પુણ્યા વપાક ભેગવવાનું સ્થાન. જેમ ઉત્કૃષ્ટ તેમ ઉત્કૃષ્ટથી ઓછું પણ અધિક પાપ વિપાક ભેગવવાનું સ્થાન, તથા અધિક પુણ્યવિપાક જોગવવાનું સ્થાન ઉત્કૃષ્ટ પાપાપાક ભેગવવાનું સ્થાન નરક છે, ઉત્કૃષ્ટ પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન સ્વર્ગ છે. અધિક પાપવિપાક મેળવવાનું સ્થાન તિર્યચપણું છે, અધિક પુણ્યવિપાક ભેગવવાનું સ્થાન મનુષ્યપણું છે. નારકી, તિર્યચ, મનુષ્ય ને દેવ, આ ચાર ભેદ આ રીતે છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં આ ચાર ભેદ કેમ નહિ ? આ શંકાનું સમાધાન એ છે કે સંજ્ઞીપણા વિના ઉત્કૃષ્ટ પુણ્યવિપાક, ઉત્કૃષ્ટ પાપવિપાક, અધિક પુણ્યવિપાક, અધિક પાપવિપાક ભોગવવાના પ્રસંગ આવે નહિ, અને પંચેન્દ્રિયપણા વિના સંજ્ઞીપણું હોય નહિ. સંજ્ઞા વિના સુખદુઃખનો અનુભવ થાય નહિ. આ