________________
પ્રવચન ૨૦૩મું આજ્ઞાસિદ્ધ પદાર્થોમાં યુક્તિને આગ્રહ અયુક્ત છે. नेरइयपचिंदियपओग० पुच्छा, गोयमा ! सत्तषिहा पन्नत्ता, तजहा-रयणप्पमा पुढविनेरइयपयोगपरिणयावि जाव ॥अहेसत्तमपुढविनेरइयपंचिंदियपयोगરિયાકિ, |
સ્વરૂપે સર્વ આત્મા સમાન છે. શ્રી તીર્થંકરદેવ સ્થાપિત શાસનની પ્રવૃત્તિ માટે, ભવ્યાત્માઓના કલ્યાણાર્થે, શ્રીગણધર મહારાજાએ શ્રદ્વાદશાંગી રચી. દ્વાદશાંગીમાં પાંચમા અંગનું નામ શ્રીભગવતીજી સૂત્ર છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરેના સંગ્રહરૂપ આ મહાન ગ્રંથ છે. એ પ્રશ્નના પ્રણેતા શ્રીગૌતમસ્વામીજી છે. ને. ઉત્તરદાતા ભગવાન શ્રી મહાવીરદેવ છે. અહીં શ્રીભગવતી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલી રહ્યો છે. એમાં પુદ્ગલ પરિણામને વિચાર ચાલે છે.
જે સ્વરૂપથી વિચારવામાં આવે તે નિર્ગદથી માંડીને સિદ્ધના જીવે જીવત્વથી સમાન છે. અસંખ્યાત પ્રદેશ વિનાને તેમજ કેવળજ્ઞાન, કેવળ દર્શનવાળી સ્થિતિ વગરને સ્વરૂપે કઈ પણ જીવ નથી. બધા જ સ્વરૂપે સરખા છે. આવરણવાદળાં ખસે એટલે દિવસે જરૂર સૂર્યને પ્રકાશ પ્રગટ થાય. જ્યાં કમાડ ઉઘાડવાથી પ્રકાશ પડતું હોય ત્યાં કમાડે દીવાને રેકો એમ કહી શકાય. જે આત્માઓ ભવ્ય છે, જે આત્માઓ આવરણ તોડીને કઈ પણ કાળે કેવળજ્ઞાન પામવાના છે ત્યાં તે કેવલજ્ઞાન છે. આવરણે કેવળજ્ઞાન રેકયું છે એ સ્પષ્ટ છે. પણ અભવ્ય માટે પ્રશ્ન થાય કે એને તે કદી કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું જ નથી. ત્યાં કેવળજ્ઞાન કયા આધારે મનાય ? અને છે, તે રોકાયું કેમ? કેઈસમુદ્રના તળીએ સોનાની ખાણ છે. હવે એ સેનું બહાર નીકળવાનું નથી, એ સેનાને ઘાટ કદી ઘડાવાને નથી. છતાં શું છે તેનું સેનું ન કહેવાય? ગમે ત્યાં રહેલા સેનાને એનું કહેવું તે પડે જ. શાસ્ત્રદષ્ટિએ અભવ્યને પણ જ્ઞાનાવરણીય કર્મ પાંચેય. પ્રકારે છે. કેવલજ્ઞાનાવરણીય કર્મ તે છે જ આત્મસ્થિતિની અપેક્ષાએ. અભવ્ય જીવ પણ કેવળદર્શનમય જ છે. સૂકમલબ્ધિ અપર્યાપ્ત અવસ્થાને ,