________________
પ્રવચન ૧૩૪ મું
પ્રતિજ્ઞા કરવી જોઈએ. માટે સમાયક એ માસીનું પહેલું કૃત્ય છે. જેટલે કાળ બારી બંધ રહી તેટલે વખત શરદી ઓછી લાગી. બારી ઉઘાડી રહી તેટલે વખત શરદીએ અસર કરી. ધર્મમાં કાળ ગયો તેટલું જીવતર
તેમ સામાયિક પૌષધાદિમાં સમય ગણે તેટલે વખત કર્મથી બચ્યા. ગૌતમસ્વામી તુંગીયા નગરીમાં જાય છે. ત્યાં ખોડેલા પથરાઓમાં લખ્યું છે કે ફલાણે શ્રાવક બે-ચાર–સાત વરસ જીવે છે. બાર વ્રતધારી થયે છે. તેણે આટલા સામાયક કર્યા છે. આટલી પ્રતિમા વહન કરી છે. આ શું? ચાર પાંચ સાત વરસ જીવનારા સામાયક પૌષધ કરે, પ્રતિમા વહન કરે આ શું? ગૌતમ સ્વામીએ જવાબ આપે. આ શરીર જીવન નથી. આ ધર્મજીવન લખ્યું છે. ધર્મ જીવનમાં સામાયિક પૌષધને પ્રતિમાને ટાઈમ એકઠો કરે, તેમાં તેટલું લખાય. ધાર્મિક જીવન જેટલું ગુજાર્યું તેટલું જીવ્યે, તે સિવાયને ટાઈમ તે જીવન જ નથી. આ મનુષ્ય જિંદગીમાં જીવીએ છીએ કેટલે ટાઈમ ને મરીએ છીએ કેટલે ટાઈમ? અવિરતિરૂપી બારણેથી કર્મરૂપી શરદી ચાલી આવે જ છે, તેમાં વિરતિરૂપી કમાડબંધ કરીએ એટલે ટાઈમ કર્મથી બચીએ. ચોમાસામાં સામાયકની વધારે પ્રવૃત્તિ કરવી. જે વખત ફરસદ મળે તે વખત સામાયકમાં બેસી જવું જોઈએ. શરદીવાળે હવાથી, ખુલ્લા શરીરથી કે સાવચેત રહે? અવિરતિની હવામાં સામાયક ન કરૂં એટલે વખત ઉઘાડે રહેવામાં ભયંકર માને છે, તેમ અવિરતિપણે રહેનારાએ ચોમાસામાં અવરતિ પણ ભયંકર ગણે, માટે પહેલું કૃત્ય સામાયક કહ્યું. એથી આવતા કર્યો બંધ કરી દીધા, પણ પહેલાં શરદી આવી છે તેનું કેમ? નવી શરદી રિકવા માટે બારણું બંધ કર્યા, તેમ નવા કર્મ આવતા રોકવા માટે સામાયક કરી પાપનાં બારણા બંધ કર્યા પણ જુના પાપનું શું? ઈશ્વર નહિ પણ કર્મ સ્વાભાવ ફળ આપે છે
શરીરમાં પેસતી શરદીને હિસાબ કે ખે? શરીરમાં આવતી ગરમીને હિસાબ ન રાખે પણ તેનું કાર્ય કર્યું જ જાય. ચાહે ખરાબ કે સારા કર્મોને હિસાબ રાખવું પડતું નથી, પણું કર્મો પતે પિતાને સદભાવ જણાવે છે. શરદીના પુદગલેને સ્વતંત્ર સ્વભાવ છે કે છાતીને
પરી કરી નાખે, ઉપયોગની ખામી લાવી નાખે, નાડીઓ ઢીલી કરી