________________
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
છે
ઉપસર્ગ મેલે છે. શાસ્ત્રમાં કહ્યા મુજબની પ્રતિકૂળતા આ મર્યાદા મર્યાદાથી એકલી પ્રતિકૂળતા પર લક્ષ્ય આપે તેમ નહિં. પ્રતિકૂળપણે મર્યાદાથી વર્તવું રાખીએ તેમ નહિં, જે ભવિષ્યને અંગે ન વર્તવાનું કબૂલ ન કરે તેને વર્તમાનનું વર્તન ન થાય તે હિસાબમાં નથી, એકેન્દ્રિયને રસાદિકનું વર્તન નથી તે તેમને ભવિષ્યના નિષેધ માટે વાફપ્રતિબંધ થવું જોઈએ. આવું પ્રત્યાખ્યાન નામ જેમનું છે. એવી પ્રતિજ્ઞા નિરૂપણ કરનારૂં અષ્ટક. તે પહેલાં તેનું ફળ તેની જરૂર શી? તે કહેતાં જણાવે છે કે અનાદિનું ભવભ્રમણ ટાળવા માટે, નહીંતર આટલી સ્થિતિ ઉઠાવવવાનું કંઈ કામ ન હતું. અનાદિનું ભવભ્રમણ ટાળવાનું આનાથી ટળે, એ ટાળવાને આ ઉપાય માને ત્યારે પ્રત્યાખ્યાન તરફ પ્રિતિ જાગે. એ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૩૪ મું
અષાડ સુદિ ૧૩ બુધવાર શાસકાર મહારાજા હરિભદ્રસૂરીશ્વરજી પ્રત્યાખ્યાન અષ્ટક રચતાં છતાં જણાવે છે કે-કર્મથી હું છૂટું, બીજાને છોડાવું આ ભાવના આવી નથી, ત્યાં સુધી આત્માને બચાવું, આખા જગતને બચાવું છેવટે બચાવ વાને પ્રયત્ન ન કરી શકું તે પણ બચે એ અભિલાષા હેવી જ જોઈએ. આસ્તિક્યનું ફળ અહીં જ છે. સમ્યકત્વને પાંચ લક્ષણે માનીએ છીએ. શમ-સંવેગ-નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય, આ ક્રમ ગેરવાજબી નથી. વ્યાજબી છે પણ દેખનારે છેટેથી પહેલે ઝાડની ડાળ ટેરો દેખે. જેમ જેમ નજીક આવે તેમ વચલે ભાગ અને મૂળ દેખે. તે દર્શનની અપેક્ષાએ આદિમાં ટેચ, મધ્યમાં ડાળાં અને અંતમાં થડ. ઉત્પત્તિની અપેક્ષાએ વિચારીએ તે ટેચથી ડાળ ડાખલા થયા નથી. જેમ દેખવાની અપેક્ષાએ આદિમાં અગ્રભાગ, પછી વચલે ભાગ, પછી મૂળ. પણ ઉત્પત્તિની અપેક્ષાએ પ્રથમ મૂળ થડ પછી કાળાં ને ટેચ, તેમ આ ક્રમ મુખ્યતાની અપેક્ષાએ છે. સમ્યકત્વના લક્ષણોને ક્રમ કેવી રીતે લે?
કાર્ય રૂપ છેલ્લામાં છેલ્લું કાર્ય શમ, તે પહેલાં સંવેગ, તેમ અનુક્રમે અનુક્રમે છે. કાર્યરૂપે છેલું કાર્ય મુખ્ય સમ. તેથી પહેલી ગણતરી તેની ગણુઈ. આ અનુકમ યથાપ્રધાન્ય ન્યાયે કરીને કરેલે છે.