________________
૨૭
આગમ દ્વારક પ્રવચન શ્રેણ, વિભાગ ચોથે સ્વતંત્ર અને શાસ્ત્રાધારે પ્રાયશ્ચિત્ત કોણ આપી શકે?
પ્રાયશ્ચિતના અધિકારમાં દશપૂર્વથી વધારે જ્ઞાનવાનેને સવતંત્ર પ્રાયશ્ચિત્તના આપવાને હક છે. શાસ્ત્રમાં અમુકને અંગે અમુક પ્રાયશ્ચિત હોય પણ તે ઓછું વધતું દેખે તે પિતાની સ્વતંત્રતાથી પ્રાયશ્ચિત આપે. અતીન્દ્રિય પદાર્થો જાણવાને શક્તિમાન છે. કાયા રૂપે આ આત્માની શુદ્ધિ થશે તે જાણે તે રૂપે પ્રાયશ્ચિત આપે, પણ કૃતવ્યવહાર નથી. કેટલાકની અપેક્ષાએ નવપૂર્વથી આગળ વધેલાએ પ્રાયશ્ચિત પિતે જે રૂપે શુદ્ધિ દેખે તે રૂપે આપે. શાસ્ત્ર એક ચમા તરીકે છે, ચશમા કેણ ચડાવે? જેને એ વગર દેખાતું ન હોય, જેઓ પિતે અતીન્દ્રિય જ્ઞાની ન હોય. પાપની શુદ્ધિને તેને ખરેખરો ઉપાય ન જાણી શકતા હોય તેવા આ શાસ્ત્ર દ્વારા પ્રાયશ્ચિત આપે છે. ચેકની આંખવાળે ચશમાં ન પહેરે, તેથી આંખની ખામીવાળાને ચશ્માની કીમત પૂરી છે. દૂષિત આંખવાળા માટે ચશ્મા નકામા નથી. તેમ આજ્ઞા વ્યવહારવાળાઓ શાસ્ત્ર રૂપી ચશમાં ધારણ કરે છે. જે અતીન્દ્રિય જ્ઞાની છે. જેમની એ તાકાત છે કે જીવના અસંખ્યાત ભ થઈ ગયા ને થવાના એ કહી શકે તે માટે શ્રતજ્ઞાનનો મહિમા કહેતા કહે છે. અસંખ્યાત ભ કથન કરે. પ્રશ્નકાર જે કંઈ પૂછે, એકલા ભવે જ ઉત્તરમાં આપે તેમ નહીં. પ્રશ્નકાર જે કંઈ પૂછે તે બધાને જવાબ આપે. જેને પિતાને અવધિ મન:પર્યવ કેળજ્ઞાન ન હોય, તે જાણી ન શકે કે આ કેવળી નથી. એટલું પ્રકૃષ્ટ જ્ઞાન હોય કે શ્રોતાને છમસ્થ છે–એમ માલુમ ન પડે. આમને આજ્ઞા વ્યવહારી કહે છે. પિતાના જ્ઞાનથી વ્યવહાર કરે, શ્રુતદ્વારાએ નહીં. તેટલા માટે શ્રુત નકામું એમ ન કહેવાય. શાસ્ત્રમાં જે અવધિ મન:પર્યવ કે કેવળ જ્ઞાની થયા નથી. તેમને આ શાસ્ત્ર જરૂરી છે. શ્રત કેળીઓને જે અતીન્દ્રિય દશ પણું છે, તેમને આલંબન લેવાની જરૂર રહેતી નથી. કેવળીએને શાસ્ત્ર અનુસરવાનું રહેતું નથી. એને અર્થ તેઓ શાસ્ત્રથી વિરૂદ્ધ વિચાર વર્તન કરતા હતા, તેમ નહિં. ત્યારે શાસથી પણ વધારે ચડીયાતી રીતિએ વિચાર-વર્તન કરતા હતા. તીર્થકર મહારાજા તે શાસ્ત્રનાં ઉપદેશની ભલે બહાર હે, કેવળી થાવત દશપૂર્વધરથી વધારે એવા મહામુનિ શાસ્ત્રના ઉપદેશમાં નહિં તેને અર્થ એ નથી કે ત્યાગ વૈરાગ્ય કરતા ન હતા.