________________
પ્રવચન ૧૩૩ મું
પ્રવચન ૧૩૩ મું
અષાડ સુદી ૧૨
શાસ્ત્રકાર મહારાજા હરિભદ્ર સૂરીશ્વરજી અષ્ટકના વ્યાખ્યાન કરતાં દેવનું સ્વરૂપ બતાવતાં જણાવે છે કે દેવની પરીક્ષા કરીને તેને માનવા. તેઓએ બતાવેલ ત્યાગધર્મ એજ શ્રેષ્ઠ છે. તે અગીકાર કરવા પ્રયત્ન કરે. અન્યમતીઓ આને માટે કહે છે કે જૈન શાસન કુતીથિકને ત્યાગ શબ્દથી બીવરાવી દે છે. જ્યાં ત્યાંથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, તીર્થકર મહારાજને પણ છૂટ આપતા નથી. એથી તેમની મૂતિ દેખતાં પ્રથમ શાંતરસનું ભાન થાય છે. કેધાદિને ત્યાગ કરવાથી પ્રાપ્ત કર્યું છે આત્માસ્વરૂપ જેઓએ, એવા વીતરાગદેવનું ખરું સ્વરૂપ તેમની પ્રતિમાને દેખવાથી અને થાય છે. તે માટે કહ્યું કે જે દેવે કપમાનરિમાનં, શાંતારસમાં નિમગ્ન હેય. દ્રણિપુર પ્રસન્ન જેએની દષ્ટિ પણ
એવી શાંતરસથી ભરપૂર હોય કે જેને જેવાથી પ્રસન્નતા ઉપન થાય. તે વિતરાગદેવ જાણવા. અનાદિના વિકારે ત્યાગ કર્યા તેથી તેમને આપણે દેવ માનીએ છીએ, તે તીર્થકરને પણ કોઈ પણ જાતની છૂટ ન આપી અર્થાત્ અપવાદ તરીકે ન રાખ્યા. શાસ-ઉપદેશની જરૂર કેને?
આચાશંગ સૂત્રમાં ગણધર મહારાજા જણાવે છે કે સ્વતંત્ર કેવળજ્ઞાનથી દેખનારને ઉપદેશ કે શાસનનું અનુસરવું થતું નથી. જેની આંખ ચેકખી હોય તેને ચશ્માની જરૂર રહેતી નથી. દેખવામાં અડચણવાલાને ચશ્માની જરૂર હોય છે. જેઓ પમરજ્ઞાની, રૂપ અરૂપી સૂક્ષ્મ બાદર નજદીક અને છેટેના પદાર્થોને જે સાક્ષાત્ દેખી જાણી શકે છે. કર્મબંધ, તે રેકવાના કારણે કર્મની નિર્જરા, મેક્ષ ને તેના કારણે જેણે સાક્ષાત દેખ્યા છે, તેમને શાસ્ત્રની જરૂર નથી. તેવા પુરૂષ શાસ્ત્રના પ્રતિબંધમાં નથી. સ્વતંત્ર કેવળજ્ઞાનીને કેવળદર્શનીને સાશની જરૂર નથી. મહાવીર પાર્શ્વનાથજીના શાસ્ત્રમાંથી ઉદ્ધરીને કહ્યું છે તેમ નથી. તે તે સ્વયંજ્ઞાન લબધ છે, તેમને કેઈના શાસ્ત્રો જાણ્યા અને તે આધારે કહ્યું તેમ નથી. તેમ દરેક કેવળજ્ઞાનીઓ જે કથન કરે, શાસ્ત્રોમાં આમ કહ્યું છે માટે હું કહું છું તેમ નથી.