________________
શ્રી આગમારક-પ્રવચન-શ્રેણી કીસ્કા હે, હમેરા છે, મીંયા ભાઈ અદ્ધા દાણા, એસા તુ મારા કીતાબમેં લીબે, હું ચાલ્યા ગયે, જ્યાં આ કારતકમાં પાક થયે, ડેર, મેરા બેત હૈ, મેં લણ લેતા હું. લીખા હે કિતાબમાં, મીંયાભાઈ કા આધા દાણા, દાણાને કટકે આપે છે, તે જગપર આખા ખેતરના અર્ધા દાણા લેવા માંગે છે. તેમાં આ ભાગીદારે અત્યારે મુરબ્બી માલીક ગણાવે છે, પણ એનું કામ પડે ત્યારે હું હકદાર છું. મારે હક લાગ છે. ભાઈસાબ! મને આપે તેમ નહીં. મારે હક છે. મીંયાભાઈકા આધા દાણાવાળા છે. દુનિયાદારીમાં જે સાધને વસ્તુ મેળવો તે બધામાં લાભ થાય. દેખાતા ભાગીદાર છેવટના માલીક. અરબસ્તાનના ભાગીદાર બે આની ભાગ લઈ કોરાણે બેસે. આ બધું લઈ બેસી જાય, આગળ પણ કહ્યું છે કે આપણને ધર્મ જોઈએ છીએ. આપણે કુટુંબમાં ધર્મ જોઈએ છીએ, પણ શેરીવાળાએ કહ્યું હતું કે મહાજન કહે તે કરી દઉં, પણ મારે ખીલે ખસેડ્યા વગર. આપણે પણ ખીલાવાળી સ્થિતિમાં છીએ, મારો છોકરો નવકાર શીખ્યા, મહારાજ ! સામાયક પસહ પજાને નિયમ આપે. કહી બાધા અપાવીએ છીએ. વખતે આ કરીએ છીએ, ૫ણું ખીલે ખસે નહીં એ દષ્ટિ હંમેશાં રહી છે, મેહના પ્રભાવે આગળના વખતમાં એ દષ્ટિ હતી. મેધકુમાર જમાલી કે મહાબલ તીર્થકરની દેશના સાંભળી આવે છે. માને કહે છે. મા પણ કૃતાર્થ ભાગ્યશાળી કહે છે, પણ બીજે સવાલ કરે કે તે દેશના અને પરિણમી, મારે ત્યાગ લે છે, આ શબ્દ સાથે માતાઓને મુછ આવે છે. આપણે છોકરા ધર્મિષ્ટ થાય તેમાં રાજી, જાત્રા ઉપધાન કરે, દાન કરે તેમાં રાજી, પણ પેલી ખીલે નહીં ખસવાની વાત તે એમને એમ છે. મારાપણું ન ખસે ને બધું થાય તેમાં કલ્યાણ, મારાપણું ખસે એ સ્થિતિએ મેહ આત્માની કઈ સ્થિતિ કરે છે? મારી ગાંઠ છૂટવી ન જોઈએ, એ મને ન પાલવે. જયદેવની બધી રત્નની વાતે પાલવી હતી પણ ચીંતામણીની અને બહાર જવાની વાત ન પાલવી, તેથી માબાપને પિતાના આત્માને ડુબાડ પડે. છેલ્લે શબ્દ શાસ્ત્રકાર રાખે કે ભુલભુલામણીમાં જીવ ઘુંચાયા કરે. બગીચામાં ભુલભુલામણી હોય તેની માફક અહીં વિષય રસમાં જ રાજી. તેઓ કહે છે કે ઘણાં સાંભલ્યા, અમારી છાતી પાકી થઈ ગઈ. તમે કુણા મગજના છે. આપણે પણ છોકરાને ભુલભુલામણીની ઘટનામાં નાખી દીધા. આ જગ પર જેમ જયદેવનું નશીબ ચઢીયાતું હતું, તે વખતે ને સ્થિતિ આવે કે આ વસ્તુ સ્થિતિ છે, પણ ભુલભુલામણી નથી.