________________
૧૧૮
શ્રીઆગોદ્ધારક પ્રવચન-શ્રેણી તે સારામાં સારો માલ આપે, કહે તે ગજ કાઢી આપે છે, તેમ ઘરાક દેખી વસ્તુ કાઢે છે. તે અંદરની વસ્તુ ઘરાક દેખ્યા વગર કેમ કાઢે છે? અરે બહારની જડ ચીજને અંગે ઘરાક દેખે ને વચન કાઢવાને અંગે ઘરાક ન દેખો તે પરિણામ શું આવે? આપણે પણ ગુણ અવગુણ થવાને વિચાર ન કરીએ તે પરિણામ શું? એક જ કારણથી પ્રકૃતિની તુરછતા હોય, તે તુચ્છતા ન હોય તે કાળજામાં આવ્યું તે બકાય નહિં, પણ ગુણ અવગુણની તુલના કરી બોલાય એ કેનાથી બનવાનું? જેની પ્રકૃતિ તુછ ન હોય, તે ગુણ અવગુણ વિચારી બોલશે. પાણીની રેલ માફક કશાને ગણે નહિં. જેને વચન પ્રવાહ પાણીની માફક ચાલ્યો જાય, ગુણ અવગુણ જોવે નહીં, તે ધરમ માટે લાયક નહીં. આ શ્રાવકપણાને પ્રથમ ગુણ. ગંભીરતાના ગુણ વગર શાસ્ત્ર વચને સાંભળી શકાય નહી
જે મનુષ્યને પ્રકૃતિની તુચ્છતા ગઈ ન હોય, ગભર્યા નથી, તે અનાદિ કાળથી સુખ દેનારે તેને ગુરૂ કહી દે કે, જગતને પ્રવાહ દુઃખ દેના રખડાવનાર, આ બધું સાંભળી શી રીતે શકે? ઈષ્ટ શબ્દાદિ સારભૂત લાગેલા જેની પાછળ અનાદિકાળથી ભટકો છો તે વિષયને પરિગ્રહ-કુટુંબને મુનિ મહારાજ જાળ રૂપે જણાવે તે સાંભળ્યું કેમ જાય? જે તુચ્છતાની પ્રકૃતિ ન હોય તે જ સાંભળી શકે, જેને માટે લેહીનું પાણી કરી નાખવાના એવી ચીજને અહીં જ દમ કહે તે સાંભળી શી રીતે શકાય? જેને પિતે લાખનું મોતી માને છે તેને બીજો ફટકી કહે તે સહન થતું નથી, તે જે વિશે પરિગ્રહ કુટુંબ પાછળ અનંતા જન્મે ગુમાવ્યા છે, તેવીસ કલાક તેની પાછળ છે, ઈષ્ટ ગણે છે, તેને શાસ્ત્રકાર ફાંસો કહે છે તે સાંભળતા ચમકે કેમ નહિ? મહારાજ કહે છે તેમાં તત્ત્વ હોવું જોઈએ, એટલી ગંભીરતા ન હોય તે તમે ઉપદેશ સાંભળે ખરા? મને ભલે ઈષ્ટ લાગે છે પણ વિચારવાની જરૂર છે. એ મગજમાં ન આવે તે ધરમ સાંભળવા તૈયાર નહીં થાવ. માટે કહો કે જેને અનાદિથી સારું અને ઈષ્ટ માનીએ તેને ઈષ્ટને અનિષ્ટ કહે તે સાંભળી શાથી શકીએ? તુચ્છતા ગઈ હોય તે જ. પ્રકૃતિની તુરછતાથી પિતે માનેલું હોય તે બીજાનું સાંભળી ન શકે. છતાં મહારાજ કહે છે તે કયા મુદ્દાથી કહે છે તે તે સાંભળવા દે. પ્રકૃતિમાં ગંભીરતા ન હોય પિતાનું ગાયું ગવરાવવા માગતો હોય