________________
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
આવું ભયંકર વિષયનું વમળ તેમાંથી નિકલે તે વખતે આનંદ આવે છે? મોક્ષમાર્ગ માટે ત્યાગ કરે છે, ભોગમાં જે આનંદ આવે છે તેવો ભોગ-ત્યાગમાં આવે તે ગ્રંથી ભેદ ગણાય,
વિષય ભોગવતી વખતે જે ચમકારો થાય છે, તે ચમકારે વિષય ત્યાગ વખતે નથી થતું. ધર્મની પરિણતિમાં આવ્યો હોય ત્યારે તે આનંદ થાય. અનંતી વખતે આપણે જે ધર્મ-ત્યાગ કર્યો, સાધુપણાં લીલા પણ આ ચમકારે થયે નથી. અંતરમુહૂર્ત સમકીત ફરસ્યું હોય તે પણ અર્ધ પુદ્દગલ-પરાવર્તથી વધારે સંસાર ફરે નહિં, જ્યારે આ ચમકારો થાય ત્યારે સમજી લે કે બેડે પાર એની મુશ્કેલી તપાસે, ધર્મ ધર્મ સ્વરૂપે જાણીને કરાય તેને આનંદ અનુભવાય તે ઘણું મુશ્કેલ છે. અમૃત સમાન ધર્મ કહીએ છીએ, પણ અમૃત સાથે કયાંથી સરખાવશો? પતાસા સાથે સરખાવવાની મુશ્કેલી છે તે અમૃત સાથે સરખાવવાની વાત કયાં? સદ્ગતિ મળશે દુર્ગતિ નહીં મળે પણ પાપથી બચ્યા, આ રૂપે આનંદ આવે છે? માત્ર વમળમાંથી નિકલ્યો તેને આનંદ ઘેર ઋદ્ધિ બાયડી છોકરા છે તેને તેને આનંદ છે તે નથી. તેમ સદ્ગતિ દુર્ગતિને વિચાર નહીં, માત્ર વિષયના વમળમાંથી નિકો તેને આનંદ થાય. ધર્મ અમૃત સમાન છે, તે કહેવા રૂપે છે, પણ પતાસાં જેટલીએ આનંદ ધર્મ કરતાં કે ત્યાગ કરતાં અનુભવતે નથી. ત્યાગને અંગે ઘણું છોડીએ છીએ તે નિષ્ફળ નથી, પણ અત્યારે શી વાત કરીએ છીએ? જે ત્યાગમાં ચમકારો આવો જોઈએ તે કેમ નથી આવત? તેમ વિષય વમળમાંથી નીકળે તે ગાંઠ ભેદ્યા સિવાય સમ્યકત્વ નથી. પરિણામની જ ગાંઠ છે. અત્યંત દુઃખે ભેદી શકાય તે સજજડ રાગદ્વેષના પરિણામરૂપ ગ્રંથી તેને ભેદવી છે. બહાર અનંતી વખત નીકળ્યા છતાં મડદું વમળમાંથી બહાર નીકળે તે કેટલો આનંદ અનભવે? તે આપણે વિષય વમળમાંથી નિકળી એવી સ્થિતિમાં આવ્યા, તેમાં ત્યાગ કર્યો છતાં આનંદ ન અનુભવ્યો. વિષયમાંથી નીકલ્યો છતાં આનંદ ન અનુભવ્યો. એક લહેર આવી તે મડદુ વમળમાં પડે, જીવતા હોય તે સાવચેત થઈ બહાર નીકળી આવે. આ જીવ મડદાં માફક અનંતી વખત બહાર આવ્યો. જીવરૂપ હતું તે બેડાપાર કરી જતે, માટે આવે અપૂર્વ મનુષ્યભવ વિગેરે સાધન મલ્યા, આવા