________________
પ્રવચન ૧૯ મું
તારનારું લાકડું વમળમાં આવે તે ડુબાડનારૂ થાય
દરેક વ્યવહાર રાશીયા જીવને અનંતી વખત ધર્મકરણી થએલી છે. અનંત કાળ થયા છે, તે વ્યવહાર રાશીવાળે જીવ ધરમ પામ્યા વગરને હેય નહિં. મનુષ્યપણાની સામગ્રી અને ધર્મ પણ અનંતી વખત નજરે આવ્યો હતો, છતાં જરૂરી લાગે ન હતું. કારણ એકજ હતું. આપણે વિષયના વમળમાં વહી રહ્યા હતા. ધર્મની ધર્મ તરીકે જરૂરી ન લાગેલી પણ વિષયના વમળ તરીકે જરૂર લાગેલી. આપણે વિષયને વમળમાં હતા. જે લાકડું તારનારૂં છે તે વમળમાં મનુષ્ય કે વહાણ પડયું, તેની પાછળ લાકડું આવે તે લાકડાંને ઘા થાય. જે વમળ બહાર હોત તે લાકડું તારનારૂં બચાવનારૂં થાત. વમળમાં આવ્યું તો ડૂબાડનાર થયું, તેમ આ ધર્મ વિષય વમળમાં મળે તેમાં આપણે ઉદ્ધાર ન થયે. વમળમાં લાકડાના ધકકાએ જીવ ધવાય છે, તેમ ધર્મ અનંતી વખત કર્યો છે, વ્યવહાર રાશીમાં અનંત કાળ થયે, તેમાં એક જીવ એ નથી, જેણે અનંતી વખત ચારિત્ર લીધું નથી. ઊંચામાં ઊંચી કેટિએ આ જીવ અનંતીવાર જઈ આવ્યું, પણ ગયે કેવી રીતે? પાણીનું વમળ-ભમરી કાઠે હોય તે પણ જબરું હોય છે. તાકાત નથી કે તેમાંથી નિકળી શકો. તેમ આપણે વિષયના વમળમાં પડેલા હેવાથી - ઊંચી કોટિએ ગયા છતાં વિસ્તાર ન થયું. પાંચ ઈન્દ્રિયની સાખ્ય દષ્ટિ ખસી નહિં. ધર્મ કર્યો તે પણ તેના પિષણમાં. અત્યારે જ વિચારે વિષય શોષણમાં આનંદ આવ્યો ? પિષણમાં આનંદ, વિષયના શેષણમાં આનંદ કઈ ઘડીએ આવ્યો? શોષણમાં આનંદ અનુભવ તે વાત કરીએ છીએ. પતાસા પ્રભાવનામાં લેશે એ મેંમાં મૂકો તે વખતે પતાસાથી જે શરીરમાં મુખાકૃતિમાં ફેરફાર થાય છે તે તપાસે. લાડુ પેંડા રહેવા દો. ઠંડે પવન લગીર આવે તે વખતે જે આનંદ અનુભવે છે તેવો આનંદ ત્યાગ વખતે અનુભવે છે? ત્યાગ કરે છે. કલ્યાણ માની ધર્મ કરાય છે, પણ ત્યાગના ફળને હજુ કેટલું છેટું છે તે તપાસે. એક પતાસાની ને ઠંડા પવનની લહેજત, બીજી બાજુ ત્યાગની લહેજત, બનને સરખાવે, તમે માગ કરી છે તેમાં વાંધો નથી પણ વિષયના ત્યાગમાં આનંદ આવે છે , જે વિષય ભોગ વખતે આનંદ આવે છે?
- ૧૨