________________
પ્રવચન ૧૫૯ મું છે કે ખરાબ છે એ કયાંથી દેખે? એ કહેવાને હક ધરાવે નહિં. આ વાત સર્વ આસ્તિકાને કબૂલ છે. તે પ્રથમ ધર્મ કહેનારાને જીવ જાણ જ જોઈએ. કર્મ સારા કે નરસા એ જાણવા પહેલા જોઈએ. એ જીવને ન જાણે તે જીવને કર્મ લાગ્યા કે ન લાગ્યા તે ન જાણ્યા, સારા બેટા કર્મ શાથી લાગે છે તે જાણવાની તાકાત નથી. અવધિ અને મનઃ પર્યવ સુધી કદાચ કર્મને જોઈ શકે. અવધિ જ્ઞાનવાળે જે મનઃ પર્યવજ્ઞાની તે જાણે દેખે મનઃ પર્યવ ને અંગે પશ્યતિ એટલે દેખે એમ કહેવાય નહિં, પણ અવધિજ્ઞાન સહિત મન:પર્યવ જ્ઞાનવાળે કર્મવગણને દેખી શકે છે. પણ કર્મવર્ગણ નથી લાગી તેથી નિર્મળ આત્મા થયે છે તે દેખવાની તાકાત મતિ વિગેરે ચારે જ્ઞાનમાંથી એકકેમાં તાકાત નથી. ફક્ત કેવલ જ્ઞાનવાળામાં જ એ તાકાત છે કે જે આત્માને દેખી શકે. આત્મા રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શવાળો નથી, એ આત્માને જાણવા માટે મતિ શ્રત અવધિ મનઃ પર્યાવજ્ઞાની જાણવા માટે સમર્થ શી રીતે હોય? ઈથરના યંત્રે કહી આપે છે કે અહીં ઈથર આટલું છે. આપણે ન કહી શકીએ. તેમ અવધિને મનઃ પર્યાવ જ્ઞાન તે અતીન્દ્રિય જ્ઞાને છે. રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ વગરના પદાર્થો ને જાણવાની તાકાત તેમની નથી. તે જીવને લાગેલા અને અસતા કમે માત્ર કેવળી જાણે. તે કયા કારણથી આ કર્મ લાગે, ખસે, તે માત્ર કેવળી જ જાણી શકે. આત્મા શ્રદ્ધાથી કેવળ સ્વરુપ માન્યો છે. આવરણ ખસતા દેખે તે જરૂર કહે કે કેવળજ્ઞાની થવાનો છે તે કહી શકે છે ખુદ આત્માને દેખવે તે નહીં દેખી શકે. છમસ્થને વિષય રૂપી પદાર્થને દેખવાને છે. આત્માને વિશેષણને અંશે શ્રુતિ કરી છે. આ આત્મા રૂપમય ગંધમય શબ્દમય સ્પર્શમય છે જ નહિં. આ આત્મા અરૂપી દરેક મતવાળાએ માન્ય છે. એતિહાસિક પુરૂષોને ઈશ્વર માન્યા
- લીલા, એ લેકોનું માનવું શું છે? અમારા દેવે જે કર્યું તે બધું લીલા રૂપે જગતને દેખાડવા રૂપે કર્યું છે. નહીંતર પારવતી જુ થઈ જટામાં પેસે ને મહાદેવ આકુળવ્યાકુળ થાય તે દેવપણું ન રહે. સેનાનું મૃગલું કરી વ્યાકુળ થાય, આવું માનવું ને સર્વજ્ઞ માનવા આ બે શી રીતે માનવા? જરાસંઘ અને કંસના ભયને લીધે ખુણામાં રહેવું પડયું. મથુરાથી દ્વારકા આવવું પડયું, તદ્દન દરિયા કાંઠેને ભાગ