________________
પ્રવચન ૧૬૦ મું
સૂર્યના કિરણે હોય અને આવી રીતે ઈસમિતિવાળ ચક્રમણ જવું તે માટે નિપ્રજન નહિં. આવી સ્થિતિએ આ મનુષ્ય પગ ઉંચે કરે, જ્યાં પગ મેલવા જાય તેટલામાં કઈ ખીસકેલી વિકલેન્દ્રિય વિગેરે જીવ મરે, સમુદ્રઘાત કરે, મરી જાય. એક તે કાગનું બેસવું અને નાળિયેરનું પડવું, એ તે એનું મરણ થવાનું હતું તેથી માર્યો, પગ આવવાથી પણ એમ નહીં, તે જેને લીધે એને ઉપકમ થાય ને મરી જાય તે પણ તેને ઈસમિતિવાળા સાધુને જે વિકલેન્દ્રિય તેના જોગને પામી મર્યો તેને સૂક્ષ્મ પણ બંધ શાસ્ત્રમાં કહ્યો નથી. આ સાધુને અંગે વાત કહી. આવી રીતે આરંભની વિરતિ હતી, આરંભવર્જનાર હતો તેને કર્મ ન લાગે એ વાત જુદી, પણ સર્વથા આરંભના પચ્ચખાણ ન હોય તેવા માટે શાસ્ત્રકાર કહી શકે નહિં. પણ દેશ થકી આરંભ વ છે તેવાને, જેને આરંભ વર્યો છે તેની હિંસા થાય તે તેની હિંસા કહેતા નથી. કુંભાર શ્રાવકને સવારમાં વનસ્પતિ ન ખોદવી એવા પચ્ચખાણ છે. માટી ખોદવા ગયે છે. કેટલીક વખત અંદર મૂળ હોય છે. નજીકમાં ઝાડા ન હોય તેવી જમીન ખોદતાં નીચે મુળીયું કપાયું, ત્યાં પ્રશ્ન કર્યો કે આને પૃથ્વીકાયની કે વનસ્પતિકાયની હિંસા લાગી ? સાફ જણાયું કે પૃથ્વીકાયની હિંસા લાગી. વનસ્પતિ કાયની હિંસા ન લાગી. ઉત્તરમાં કહ્યું કે વનસ્પતિના પચ્ચખાણ એણે કરેલા હતા, તેથી વનસ્પતિ કાયનો વધ થયે તે પણ વનસ્પતિ કાયની હિંસા ન લાગી. પરિણામ ઉપર કેટલે આધાર છે? વિરતિના પરિણામ હતા, તેમાં એ મરી પણ ગયે. તે પણ પાપ ન લાગ્યું, અહીં તે હિંસા પેતે કરી છે. માત્ર વધની વિરતિ હતી. ન મારવાના પરિણામ હતા. તેથી કાયાએ હિંસા કરી છનાં બચી ગયે, તે પછી દયાના પરિણામે હિંસા ન કરનારે નુકશાન કયાંથી લેશે? તત્વ એ છે કે શામાં બ ? બચાવવાની બુદ્ધિમાં. વનસ્પતિ હોય તો મારે ન મારવી. વનસ્પતિ હોય તે બચાવી લેવી. આથી હિંસાથી બન્યું ત્યારે એને બચાવું ત્યારે બચું. મહાવ્રત અને સંયમનો તફાવત
કેટલાક કહે છે કે બચાવવાનું ન ચિંતવાય, મારવાનું ન ચિંતવાય તેમ બચાવવાનું પણ ન ચિંતવાય. વિચારવાની જરૂર છે કે હિંસાવજન એટલે શું? બચાવવું તારે માનવું નથી. હવે હિંસાવજન એટલે શું? હિંસા કાનું નામ? પ્રાણુને વિયાગ કરે તે હિંસા.