________________
પ્રવચન ૧૫૮ મું
૧૩
હોય તેને ધર્મ જણાવ તે ધર્મ જણાવવાનું જે જ્ઞાન આપવું તે જ્ઞાનદાન છે. આ ધ્યાનમાં રાખશે તે ખરું જ્ઞાનદાન કર્યું તે સમજાશે. રત્નસાગર જૈન વિદ્યાશાળા શા માટે સ્થાપી?
અહીં આવેલા માસ્તરે વિદ્યાર્થીને દયાન આવશે કે મ્યુનિસીપાલીટીથી ચાલતી સ્કુલ છતાં આ સ્કુલ શા માટે કરી? આ છોકરા ધાર્મિક જ્ઞાનથી અભણ ન રહે તે વાસ્તે, રત્નસાગર પાઠશાળાને ઉદ્યમ એક જ મુદ્દાથી કર્યો છે. વિષય કષાયનું શિક્ષણ મ્યુનિસીપાલીટીની કે સરકારી સ્કૂલમાં લેવાનું હતું, પણ જે તમારૂં ધાર્મિક જ્ઞાન, જૈન ધર્મ સંબંધી જ્ઞાન, તત્વસંબંધી જ્ઞાન શ્રાવક અને સાધુની ક્રિયાનું જ્ઞાન બીજી સ્કુલમાં ન મળતે, તે મેળવવા માટે આ સ્કૂલને પાયે નંખાયે છે. માટે દરેક માસ્તર અને વિદ્યાર્થીએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ ખરચ શા માટે કરવામાં આવે છે? અહીં માત્ર ધર્મના બીજ નાખવાના ઉદ્દેશથી જ આ ખરચ કરાય છે. લોકોગી હોય તે ખુશીથી તમને તે જ્ઞાન આપશે, પણ સ્વતંત્ર ધર્મનું શિક્ષણ તે ન આપે, માટે જેઓ ધરમને ન જાણનાર હોય તેમને વાંચના દેશના વગેરે દ્વારાએ જે જ્ઞાન દેવામાં આવે. જ્ઞાન એકલું નહિં પણ જ્ઞાન ધર્મ જાણવામાં જે સાધન આપવામાં આવે તે જ્ઞાનદાન છે. આવી રીતે જ્ઞાનદાનનું સ્વરૂપ સમજી જે જ્ઞાનદાનને રસ્તે ચાલશે તે આ ભવ પર ભવને વિષે મંગલીકની માલા પામી ઉત્તરોત્તર મેક્ષ સુખને વિષે બીરાજમાન થશે. (પછી છોકરાને ઇનામી મેળાવડે થય)
પ્રવચન ૧૫૯ મું સંસારમાં સર્વ સ્થાનકે અશાશ્વતા છે.
શાસકાર મહારાજ જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદી કાળથી ભટક્ત ફરે છે. સંસારમાં એક જ જગે પર નિયમિત રહેતું નથી. અથવા કંઈ પણ કમાઈ લાવતું નથી. તેને ભટકતે