________________
૨૦૨
પ્રવચન ૧૫૬ મું હોય તેમાં આશ્ચર્ય નથી. તેમને એકડે કે પહેલી ભણાવવાનું કહે તે મુગ્ધતા છે. ચારિત્ર ભવાંતરમાં સાથે આવતું નથી.
પહેલા ભવનું ચારિત્ર આવ્યું છે એમ કહી શકાય નહિ, માટે ચારિત્ર તે એકડાથી કક્કાથી શરૂ કરવું જોઈએ. ભણવામાં કક્કો શરૂ ન થાય. તે જ્ઞાન પહેલે ભાવથી આવે છે, પણ ચારિત્ર પહેલા ભવથી આવનારી ચીજ નથી. તે નવેસરથી આવવાવાળી ચીજને પ્રારંભ એકડાથી શરૂ થવું જોઈએ. વાત ખરી પણ જે ચારિત્ર બીજે ભવ નથી આવતું એને અર્થ એટલે જ કે પ્રતિજ્ઞારૂપ ચારિત્ર નથી આવતું. દેશવિરતિ સર્વવિરતિની પ્રતિજ્ઞા યાજજીવ સુધીની હોય છે. તે ચારિત્ર બીજા ભવે ન આવે તે સ્વાભાવિક છે. તીર્થકરને ચારિત્રને અંગે પ્રતિજ્ઞા કરવી પડે છે. પહેલા ભવનું ચારિત્ર આવતું નથી. જાવજીવની પ્રતિજ્ઞા હતી તે ત્યાં પૂરી થએલી છે. એથી નવેસરથી પ્રતિજ્ઞા કરવી પડે છે. જીવ હોય ત્યાં સુધી નહિં, જીવ ન હોય ત્યાં સુધી. પ્રતિજ્ઞામાં યાવત્ જીવ બેલે છે. શાસ્ત્રકારોએ જાવજછવાએ “જાવનિયમ” “જાવસાહે કહ્યું તેમ અહીં જાજજીવાએ રાખ્યું છે. જાવજીવું છોડી દઈને જાવજીવાએ કહ્યું તેમાં મુદ્દો કયે? ત્રીજી વિભકિત કેમ કરી? તે કે અહીં ભાવ જીવનવાળે જીવ લેવું નથી, પણ દ્રવ્યપ્રાણરૂપ જે જીવ છે તેની મર્યાદા લેવી છે. છવદ્રવ્યને અંગે સંબંધ નહીં. જ્યાં સુધી દ્રવ્યજીવન છે. ત્યાં સુધી એટલે જે ભાવમાં રહ્યો છે. જે નામ છે તે સંજ્ઞા પ્રવર્તે ત્યાં સુધીને માટે છે. માત્ર ભવના જીવન પૂરતું. ભવને અંગે કરાતું દ્રવ્યજીવન પૂરતું ચારિત્ર અંગીકાર કર્યું તે જીવન પૂરું થવાથી આ પ્રતિજ્ઞા ટકતી નથી. એ ન ટકવાને લીધે ખુદ તીર્થકર ભગવાનને પણ ફેર પ્રતિજ્ઞા લેવી પડે છે. આથી નક્કી થઈ ચૂકયું કે પ્રતિજ્ઞારૂપી ચારિત્ર બીજે ભવે આવનારું હોતું નથી, ત્યારે ચારિત્ર ઈભવિય એટલે આ ભાવ સંબંધીનું છે, પણ પરભવનું નહિ. આ ભવ ને પરભવ એમ ઉભયભવનું નહિં. વાસ્તે એ વાત નક્કી સાથે આવતું નથી. જ્ઞાનદર્શન પહેલા ભવના સાથે આવે છે. જ્ઞાનદર્શનની સ્થિતિ ૬૬ સાગરોપમ અધિક માનતા નથી. પૂર્વ કેટિથી વધારે આયુષ્ય૧ળે ચારિત્ર પામતે નથી. ચારિત્ર તે તે ભવનું જ હોય છે. એહભવિક મય ભવિક જ્ઞાનદર્શન ટકી શકે છે, પણ ચારિત્ર તે કેવળ ઐહભાવિક . ઉભયભવિક હેય નહિં.