________________
૧૯૬
પ્રવચન ૧૫૩ મું
બુધ વખતે આ ધર્મ છે. પ્રવેશ વખતે જ્યાં બારીકી આવશે ત્યાં રસ્તે નથી. પ્રવેશ વખતે ધર્મની પરીક્ષા આગમદ્વારા થાય નહિં, શારાની અનિશ્ચિત દશા વખતે શાસ્ત્રની પરીક્ષા ધર્મકારાએ. અને શાસ્ત્રમાં પ્રવેશ વખતે ધર્મ દ્વારા શાસ્ત્રની પરીક્ષા, અને બુધ પણું થાય તે વખતે ધર્મની પરીક્ષા શાસ્ત્રકારોએ. માટે ધર્મ બિન્દુમાં હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે અવસ્થાભેદથી કોઈપણ પ્રકારે આ વિરોધી નથી પણ પ્રવેશની વખતે કષ છે અને તાપ દ્વારા શાસ્ત્રને જોશે અને તેમાં કહેલાં અનુષ્ઠાન દ્વારાએ ગુરુ અને દેવને જેશે. પણ ધમની પરીક્ષા કથા દ્વારાએ બીજાઓ એ શાસ્ત્ર માનવું શાથી? ઈશ્વરે કહ્યું તેથી, ત્યાં પરીક્ષાને સ્થાન નથી. અહિં પરીક્ષાને સ્થાન છે, તેથી ગુરુ અને દેવની પરીક્ષાને સ્થાન છે. કષ છેદ અને તાપ દ્વારા પરીક્ષા થાય તેને નિયમ શો ? આમાં શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ સર્વમતથી માની શકીએ. તે એની મલીનતા કરનારા જે હેય તેને નિષેધ, મલીનતા ટાળનાર જે વિધાન હેય તેને ધર્મ કહી શકીએ. તેથી સંવર નિર્જરા મેળવી આપનાર, કર્મબંધને નાશ તથા એાછાશ કરનાર જે હેય તેને ધર્મ શકીએ. તેથી કરીને જ માસી વ્યાખ્યાનમાં પશુ સંવર નિજેરામય સામાયિક કહ્યું. બીજાની માફક જૈનધર્મ પરીક્ષા વગર વચન સ્વીકારતા નથી. તે માટે દેવ ગુરુ ધર્મ કે શાસ્ત્ર આજ્ઞા ગ્રાહ્ય નથી પણ ચારે પરીક્ષાથી ગ્રાહ્ય છે. આવી રીતે મેક્ષના સાધ્યમાં સામાયિક કેવા સ્વરૂપે છે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૫૫ મું -
શ્રાવણ સુદી ૧૦ મંગળવાર અરુન્ધતિ ન્યાય દ્વારા ધર્મનું લક્ષણ
શાસ્ત્રકાર મહારાજાએ ચાતુર્માસિક કૃત્યે જણાવતાં સામાયિકને પ્રથમ સ્થાન કેમ આપ્યું? તે માટે જૈનશાસનમાં ઈશ્વર કે ગુરુ સ્વતઃ આરાધ્ય ચીજ નથી તેમ કહ્યું. ઈશ્વરના નામે આરાધના શરૂ કરવી એવી સ્થિતિ જૈનશાસનની નથી. તેમ ગુરૂની પરંપરાએ આબે, અમુક વેષ ધર્યો એટલે માની લે એ સ્થિતિ જેનશાસનમાં નથી, ધર્મની કસોટી ઉપર જે ચઢે તે દેવ કે ગુરુને માનવા જનશાસનવાળા તૈયાર નથી આથી દેવ ગરની પરીક્ષા ધર્મકારાએ, તેથી જ દેવ દેવને વિભાગ કરી શકીએ છીએ. સુગુરુ કુગુરૂને વિભાગ કરી શકીએ છીએ, નહીંતર સુદેવ કુદેવ