________________
૧૭૨
પ્રવચન ૧૫૧ મું
સ્થિતિ છે. સૂર્યની આડાં વાદળાં આવી જાય ચાહે જેટલાં વાદળાં આડે આવે તે પણ સૂર્યને સર્વ પ્રકાશ રોકાત નથી. અમાવાસ્યાની મધ્યરાત્રિ ને દિવસને ફરક તે કઈ દહાડે મટતું નથી. એ ભાગ ન નીકળે તે હિષસ અને રાતમાં ફરક રહે નહિં. જેમ સૂર્ય તેમ અહીં કેવળજ્ઞાન, જેવી રીતે વાદળાં તેવી રીતે કેવળજ્ઞાનાવરણય. દરેક આત્મા સિદ્ધસ્વરૂપ કેવલજ્ઞાનવાળા છે.
આ આત્માને ગાઢ કેવળજ્ઞાનાવરણીય લાગે, આખા જગતનાં કર્મનાં પગલે એક આત્માના એક પ્રદેશ પર કેવળજ્ઞાનાવરણીય રૂપે લાગી જાય તે પણ આત્મામાંથી જ્ઞાનને પ્રકાશ બહાર પડયા વગર રહે નહિં. ચાહે તેટલાં વાદળાં હોય તે પણ સૂર્યમાંથી પ્રકાશ બહાર પડયા વગર રહેતો નથી. જે તે નીકળતે જ્ઞાનભાગ અવરાઈ જાય તે જીવ અજીવ થઈ જાય, જીવની કેવળજ્ઞાનની સ્થિતિ કેવળજ્ઞાનનો સ્વભાવ જરૂર અંશરૂપે બહાર પડતે જ રહે. એટલે બહાર ન પડે તે જીવ અજીવ થઈ જાય. મતિ, કૃત, અવધિ, મન:પર્યાવજ્ઞાનનું શું? આપણા મકાનમાં સૂર્યને પ્રકાશ બારીઓ તથા જાળીયાં દ્વારા આવે. બંધ હોય તે પ્રકાશ ન આવે. જેમ બારણાં બારી છે તેમ અહીં મતિ, ભૂત, અવધિમન:પર્યવજ્ઞાન સમજવાં. શાસ્ત્રકારોએ મતિ આદિને ક્ષાયિક ભાવનાં કેમ નથી ગયાં? સૂર્યને મૂળ પ્રકાશ એ તે વાદળાં ખસે તે જ બહાર નીકળે. વાદળાં ન ખસે તે સૂર્યને મૂળ પ્રકાશ બહાર પડતું નથી. બારીબારણાંથી આવતે પ્રકાશ સ્વરૂપે પ્રકાશ નહિં પણ વાદળાંમાંથી નીકળતે પ્રકાશ ગણાય, તેમ અહીં મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય ચાહે જેટલું તેડીએ તે પણ મૂળ સ્વભાવ જેટલું જ્ઞાન થઈ શકતું નથી. કેવળજ્ઞાનાવરણીય ખસે ત્યારે ક્ષાયિક જ્ઞાન થાય. એ ન થાય ત્યાં સુધી ક્ષાપશર્મિક જ્ઞાન કહેવાય. કેવળજ્ઞાનાવરણીય ન માનીએ તે મતિ કૃતાદિજ્ઞાનાવરણીય માનવાનો વખત નથી. સૂર્ય ન માનીએ તે બારી જાળીના પ્રકાશને માનવાને વખત નથી. અહીં દરેક આત્માએ કેવળજ્ઞાનસ્વરૂપ છે એમ ન માનીએ તે કેવળજ્ઞાનાવરણીય લાગેલા છે એમ ન માનીએ તે મતિ-કૃતાદિ જ્ઞાનાવરણય માનવાને વખત નથી. આથી એકેન્દ્રિયને તિર્યંચને નારકીને દેવતાનો મનુષ્યને એમ બધા આમા સિદ્ધસ્વરૂપ