________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૬૩ અહિંસાદિક ધર્મની મંગળતા કેવી રીતે ?
હવે અહિંસા સંગમે તો અહિંસા, સંજમ ને તપ એ ધર્મના ત્રણ ભેદ લીધા. ભલા આ ત્રણ ભેદો ઘાતિકર્મને ક્ષય કરે કે અઘાતિને? જે વાતિકર્મને ક્ષય કરે તે કેવળી મહારાજમાં ઘાતિકર્મ નથી, તે ત્યાં કેવળીમાં અહિંસા, સંજમ, તપ નથી એમ માનવું? તેના સમાધાનમાં કહે છે કે શાસ્ત્રનાં વાકયે બધા નય વાકયે છે, તેથી ઘાતિકર્મ રહિત એવા કેવળીને અઘાતિ કર્મના નાશને માટે ધર્મ હેતુરૂપ છે. તે ઘાતિકર્મ સહિત એવા જીને અહિંસા, સંજમ ને તપ રૂપ ધર્મ તે ઘાતિકર્મના નાશના હેતુરૂપ છે. ઘાતિ અઘતિ અને પ્રકારના કર્મથી રહિત એવા સિદ્ધ જીવેને તે કર્મક્ષય કર્યો ત્યારે ધર્મ મંગળરૂપ થએલું જ છે. આ ઉપરથી એ કહ્યું કે શાસ્ત્રનાં વાકયે નયથી સમજે તે જ વસ્તુનું રહસ્ય સમજી શકાય. શાસ્ત્રમાં જે વચને પ્રવર્તેલા છે તે બધા એક નયથી. યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજે પોતે બનાવેલ સાડી ત્રણ ગાથાના સ્તવનમાં જણાવ્યું છે કે
જેમ જેમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્ય પરવરિય; તેમ તેમ જિનશાસનને વૈરી, જે નહિં નિશ્ચય દરી.
આ કથન ઉપરથી સમજવાનું એ છે કે-બહુશ્રુત અને જૈનશાસનને વરી, એ બે વસ્તુ કેમ બને ? એક બાજુ શાસ્ત્રને પારગામી માને ને બીજી બાજુ શાસનને વરી માને તે કેમ બને? તે કે એક નનાં શાસ્ત્રોનાં વાકયે તેને એક નયે લે પણ આગળ-પાછળનાં વાકયે મેળવી વસ્તુના સ્વરૂપને સમજવામાં જેની બુદ્ધિ ન પહોંચે. પરસ્પર નાના હેતુયુક્ત વાક્ય તે પ્રમાણુવાકય. સંપૂર્ણ અર્થને નિશ્ચય કરનારું જ્ઞાન થાય તે સ્વાવાદ શ્રુત કહેવાય. સ્યાદવાદ શ્રુત સુધી પહોંચેલે હેય તે બહુશ્રુત કહેવાય. આથી શાસ્ત્રાનાં વાકયે એકનયે (નિશ્ચયનયથી) રહેલા છે. સર્વન મિથ્યાષ્ટિ છે. એટલા માટે સ્યાદવાદ શ્રતવાળો કે? પૂર્વાપર સંબંધ લઈ જે વાક્યર્થ કરે તે જ સ્યાદવાદ શ્રુતવાળ જાણો. “હવે નવા જ તદઘા” સર્વે જેને મારવા નહિં. આ વાકય શાસ્ત્રોક્ત ખરું કે નહિં?