________________
બાગમેદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ચોથે
૧૬૧
થાળ આખો સાફ. આ કિંમત રંગ, તેજ ને આકારને અંગે અભયકુમારે ન કરી, પણ તેના ગુણને અંગે પરીક્ષા કરી કિંમત કરી, નાના બાળકે કાચને હીરો કહ્યો, મધ્યમ બુદ્ધિએ રૂપ-રંગ-તેજથી કિંમત કરી, પણ પરીક્ષામાં ઉંડા ઉતરેલાએ ગુરુથી કિંમત કરી. ત્રણે શબ્દમાં તે હીરજ શબ્દ બેલે છે. હવે જેમ હીરો શબ્દ કહેવાથી ઝવેરીપણું આવી જાય નહિં, પણ વાસ્તવિક ઝવેરીપણું, ગુણેથી તપાસવાથી કહેવાય ને કિંમત પણ તેથીજ ખરી અંકાય. તેમ દુર્ગતિથી રોકનાર ને સદુગતિને આપનાર તે ધર્મ, આથી ધર્મ શબ્દ શરૂ થયે. ત્રણ પ્રકારના પરીક્ષક
નાના બાળકની માફક ખુદ પાપસ્થાનક હાય અધમ હોય છતાં પિતે એને ધર્મ ગણી લે. મધ્યમબુદ્ધિવાળા સામાન્ય હિંસાદિકને નિષેધ હોય એટલે ધર્મ ગણું લે. અજ્ઞાની જીવેને, હેય પાપપ્રવૃત્તિ અને એને ધર્મ કહેવામાં અડચણ નહીં, મધ્યમ બુદ્ધિવાળે જેમ હીરાના રંગ રૂપ આકારથી કિંમત કરી દે, તેવી જ રીતે અહીં પણ મધ્યમ બુદ્ધિવાળે હિંસા-જૂઠ-ચેરી–પરિગ્રહ-પરસ્ત્રીત્યાગ હોય ત્યાં ધર્મ ગણું લે. પણ વિદ્વાન એટલે કે બુધ હોય તત્વજ્ઞ હય, સમજુ હોય તે ધર્મ શામાં માને? હિંસા, જૂઠ, ચેરી, પરસ્ત્રીગમન ને પરિગ્રહને નિષેધ હે કે ન હે પણ જેઓ મોક્ષને જાણનારા, જીવપદાર્થને જોનારા, કર્મની કળીએ કળીને કળનાર એવા મહાપુરુષોએ જે રીતે બતાવે હોય તેને ધમ માને છે. જઘન્યબુદ્ધિવાળા અધર્મને પણ ધર્મ ધારી લે છે. અહીં હિસાદિકના નિષેધમાત્રથી ધમ માની લે પણ શાની રીતિ પ્રમાણે જેઓ સમજે છે, જેમને તત્વજ્ઞ–બુધ-પંડિત-સમજુ કહીએ તેવાએ હિંસાદિકના નિષેધદ્વારાએ ધર્મને ઓળખે નહિં. તેઓ તે ધર્મ તેમાંજ ઓળખે કે સર્વજ્ઞના કથનમાં ને તેને જ ધર્મ સમજે. શાસ્ત્રોનાં તમામ વાકયો મિથ્યાત્વી કેવી રીતે ?
આથી શાસ્ત્રકાર કહે છે કે શાસ્ત્રોના શબ્દને વળગવાવાળા અજ્ઞાનવર્ગ ન વળગે તે તે અજ્ઞાન જ છે, પણ વળગવાવાળા શબ્દને વળગે તે અજ્ઞાન જ છે, કારણ બતાવતાં જણાવ્યું કે “શાનાં તમામ વાક મિથ્યાત્વી ચમકશે નહિં! કારણુ શાસ્ત્રના સર્વ વાકયે નયવાકયથી જ છે. જે જગાએ કહેવામાં આવ્યું કે એક આત્મા. એ જગે પર એક જ આત્મા ધારીએ તે