________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૫૯
કરવાથી બીજા પણ પાપ માને છે, પણ પાપનું કાર્ય ન કરાય ન વિચારાય તે પણ પાપની વિરતિ ન થાય તે પણ પાપ છે. જિનેશ્વર મહારાજને દેવ માનવાનું કારણ એ કે સંવરને સાચા રૂપે જેમણે પ્રગટ કર્યો. સ્વરૂપે ધર્મ કઈ ચીજ સંવર અને નિર્જર. એમાં સંવરને અગ્રપદ કેમ આપ્યું? નિર્જરા કર્યા વગર કોઈ કાળે કોઈ પણ જીવ હેતે નથી. જે ક્ષણે ભેગ તેના બીજા ક્ષણે નિર્જરા હોય. કર્મ ભેગવવાથી થતી નિર્જરા બધા જીવને હેય. નવાઈ શાની છે? સંવરની પ્રાપ્તિ થાય તે. નિજરના બે ભેદ રાખ્યા. સકામ નિર્જર અને અકામ નિર્જરા. સંવરમાં ભેદ નથી, સકામ સંવર, અકામ સંવર તરીકે ભેદ નથી. નિજેરાને સંવરની પાછળ રાખી. સંવરમાં પેસે પછી નિર્જશ. સંવરનું ફળ તપસ્યા. તપસ્યાથી નિર્જરા. જૈનશાસનની વિશિષ્ટતા તરીકે સંવરને પ્રથમ પદ મળશે. સંવરની આગળ આવેલી તપસ્યાને તપસ્યા કહીએ છીએ. એ તપથી થએલી નિર્જરાને નિજર કહીએ છીએ. હવે સામાયિકાદિ કયા આશ્રવને રોકનાર છે તે અધિકાર આગળ ઉપર બતાવવામાં આવશે.
પ્રવચન ૧૫૦ મું
સંવત ૧૯૮૯ શ્રાવણ સુદી ૧ ને રવિવાર सामायिकावश्यकपौषधानि, देवार्चन स्नात्रविपनानि । ब्रह्मक्रियादानतपोमुखानि, भव्याः चतुर्मासिकमण्डनानि ॥१॥ દ્રવ્ય દયા એટલે ગુનાની મહેતલ, ભાવદયા એટલે ગુનાની માફી
શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃને ઉપદેશ કરતાં ચાતુર્માસ કરવા ચગ્ય નવ કૃત્યમાં પ્રથમ સામાયિકનો ઉપદેશ કરવાનું કારણ જણાવી ગયા કે જગતમાં આત્માને દુર્ગતિથી બચાવનાર ને સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર પદાર્થ હોય તે ધર્મ જ છે. દુનિયાદારીમાં કંચન, કામિની, કુટુંબ ને કાયા એ ચાર થાંભલાને આધારભૂત માનીએ છીએ. અથવા પાંચ કે છ ચીજ અંતઃકરણથી આધારભૂત માનીએ છીએ. આ ચાર કે છ વસ્તુ દુર્ગતિના ડંકા વખતે ઉભી રહેતી હોય છે, પણ સગતિની સહાયતામાં એકે ઉભી રહેતી નથી. તે દુર્ગતિથી રોકનાર ને ગતિ પમાડનારી એક જ ચીજ ને તે ધર્મ. ધર્મ સિવાય બીહા સંગની ચાર ચીજ તથા અત્યંતર સંચાગની છ ચીજ માંથી એકે તેમાં સહાયભૂત