________________
આગાહારક પ્રવચન શ્રેણ, વિભાગ છે
૧૫૧
માર્ગ તરફ ઘસ્યા છે, તેવાને કહું છું. માસી માસીને વરસીતપમાં કેમ થશે' કરનારા છે. તામસી તાપસ ચાવજ જીવ છઠ્ઠ કરતું હતું, છઠ્ઠથી ઓછી તપસ્યા જ નહિ. આપણે જ્ઞાનીમાં ગણવા જઈએ છીએ. તામલીને અજ્ઞાની ગણીએ છીએ. તે આ અજ્ઞાની પ્રતિજ્ઞા કરે છે કે માવજજીવ છઠ્ઠ તમારા ઉપવાસ આગળ પાછળ ભરતીયાવાળા, પાછું વળી જિદગીના છઠું તેમાં ભરતીયા નહિં, એક જ વખત. તે પણ ઘેર બાયડી રાંધી આપનાર હોય તેમ નહિં, ભિક્ષાવૃત્તિએ. એક ઠામમાં બધી ચીજ ભેળી લેવી. એકવીશ વખત પાણીમાં ધોઈ નાખવી. જમતાં જમતાં રોટલીને શાકનો રસે અડે છે તેમાં કેમ થાય છે ! એ દષ્ટિએ વિચારો કે ૨૧ વખત દેવે પછી અનાજમાં શું કસ રહે? આમ છઠ્ઠને પાર ભિક્ષાવૃત્તિ કરી દેઈ પછી ખાવું, ૬૦ હજાર વરસ સુધી આવા પારણાવાળાની તપસ્યા કરનારને આત્મા કે તરી જવું જોઈએ? પણ ઘો ડુંગર અને કાઢયે ઉદર, ફળ બીજે દેવક. એ શાસ્ત્રકાર કબૂલ કરે છે કે “સંવરવાળાએ જે એ તપસ્યા કરી હેત તે એટલી તપસ્યામાં આઠ જણ ક્ષે જાત.” આ વસ્તુ લક્ષ્યમાં લેશે તે આ તપસ્યા અલ્પફળવાળા કેમ બની ? નારકીનાં આટલાં દુઃખ ભેગવ્યાં છતાં એક નેકારશીવાળે નિર્જરા કરી શકે છે, તે સંવરના જેરે. માટે નિર્જરા કરતાં સંવરને પ્રથમ નંબર. એ દેખાડનાર તીર્થકર ભગવાન માટે સંવર અને નિર્જરા. આટલા માટે ચેમાસી વ્યાખ્યાનમાં સંવરરૂપ સામાયિક પ્રથમ લીધું.
આ વ્યાખ્યાનને સારાંશ: (૧) કસ્તુરીની કોથળી ખાલી કરી કોલસા ભરીએ છીએ. (ર) મનુષ્યપણાનું પુન્ય લઈને આવ્યા પણ ખાલી કરીએ છીએ. (૩) તેરાપંથીઓ દેવ અને દયાના દુશમને છે.
(૪) તામલી તાપસની તપસ્યાથી આઠ જણ મોક્ષે જતે, જે તે તપસ્યા સંવરપૂર્વાક હેત તે.
(૫) એક નવકારશીમાં સંવરવાળે સાધુ ૧૦૦ વરસના સાતમી નરકનાં દુઃખેને તેડે છે.