________________
આદ્ધિારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૧૯
ભગવાનના મોટા પુત્ર છતાં કેવળજ્ઞાન થયું છે તે જાણયું છે, તે પણ ત્યાગ ન લીધે ત્યાં સુધી વંદન ન કર્યું. આત્માની પરિણતિ શુદ્ધમાં શુદ્ધ થઈ હોય તો પણ બાહ્ય ત્યાગમાં ન આવે ત્યાં સુધી વંદનાને લાયક રહે નહિં. આ નિયમ કર્યો ત્યારે કૂર્મપુત્રને સવાલ ઉભું થાય છે. કૂર્મપુત્રને કઈ પણ સાધુ સાધ્વીએ શ્રાવક શ્રાવિકાએ કેવળજ્ઞાની તરીકે વ્યવહાર કર્યો નથી. બાહ્યા સંગ અનુકૂળ ન હોય ને આત્માની પરિણતિ હોય તે કેવળજ્ઞાન થઈ જાય, પણ કેવળી તરીકેને વ્યવહાર બાહવેષ લે ત્યારે જ કરાય. જેઓ પાસે સ્ત્રી હથિયાર હોય તે આત્મા શુદ્ધ હોય છતાં વંદન ન કરીએ તે બાહ્ય અશુદ્ધિવાળા, વ્યવહારલાયક નથી. આથી બાહ્ય સંગ જેમને ખરાબ છે તે સુદેવ ન મનાય. કેવળીઓને શાસ્ત્ર બંધન નથી
કુર્મા પુત્રને દેવતાએ વેષ કેમ ન આપે? બેઘડીને નિયમ બાંધે, તે દેવતા બેઘડી પછી વેષ આપે છે. આગળ વધારે વખત ગૃહલિંગે રહે નહિં પણ શાસ્ત્રીય નિયમો વ્યવહારવાળા માટે કે ખદજ્ઞાની માટે આપણે શાસ્ત્ર જોઈને ચાલવું કે કેવળજ્ઞાનીએ શાસ્ત્ર જોઈને ચાલવું. આચારાંગમાં જણાવ્યું છે. કેવળજ્ઞાનીઓ તેમને શાસ્ત્રનું બંધન નથી. શાસ્ત્ર જોઈને કેવળીને વર્તવાનું નથી. શાસ્ત્રમાં બેઘડીને નિયમ છે માટે કૂર્મપુત્રે એ વિચારવાનું નથી. શાસ્ત્રકારને નિયમ માટે ઠર્યો કે નહિં ?કેવળજ્ઞાનીનું દ્રશ્રુત ક્ષાપશમિકભાવે, શ્રતને નિયમ કેવળીને ઉપગ ન હોય, પણ કેવળાના વર્તન દેખી જે બનતું હોય તે છે, માટે શ્રેતદ્વારા લખવું જોઈએ. શ્રુતઆધારે કેવળીનું વર્તન ન હોય, પણ કેવળીના આધારે શ્રતનું વર્ણન-વર્તન હોય. કેવળજ્ઞાની વિશિષ્ટ કારણે જે કરે તે માર્ગરૂપમાં કહી શકાય કે કેમ? માર્ગરૂપે સ્ત્રીની સાથે સાધુએ વાત ન કરવી. ધર્મોપદેશ-શુદ્ધાં મુખ્યતાએ ન આવે, તે એકાંતમાં એકલી બાઈને એક સાધુ વાત કરે તેની આજ્ઞા તીર્થકર આપે તેનું શું? ગૌતમ સ્વામી મૃગાપુત્રને જેવા જાય છે. મહાવીરની આજ્ઞા લે છે. એકલી રાણું એકલા ગૌતમ સ્વામી ભોંયરામાં જાય છે. ભગવાને આજ્ઞા કરી છે પણ એને અર્થ એક જ છે. વિશિષ્ટ કારણોને અંગે વિશિષ્ટ આજ્ઞાઓ કરેલી તે આજ્ઞામાં ન આવે. તેથી સ્ત્રીની સાથે સાધુએ જાહેરમાં પણ ઉભા ન રહેવું, ન બોલવું, આ નિયમ બાંધનારા જ્ઞાનીઓ. અપવાદને બચાવ કાયદાની કલમના બચાવમાં હેત નથી.