________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ એથે
૧૦૫
જે છે ? અવિરતિ જેટલા દહાડા રહેશે તેટલા દહાડા તારા આત્માની દશા શી થશે ? તે તપાસી? તે સામાયિક લેવાવાળાએ ચરવળ કટાસણું લઈ બેસવું. વખતે ભંગ થશે તે? અવિરતિ રોકવામાં ઢીલ ન કરે. પ્રથમ સાવચેતી રાખવાની જરૂર. પાળવાની સાવચેતી ન રાખવી. અગર ઓછી રાખવી તે કહેતું નથી. છતાં કદી તૂટી જાય તૂટયાનું પ્રાયશ્ચિતથી શાધન છે કે અવિરતિથી ધન છે? પ્રાયશ્ચિત લઇ શુદ્ધિ કરવાનું અને શામાં ? અવિરતિ રહેવામાં શદ્ધિ? કેઈ આચાર્ય અવિરતિની શુદ્ધિ બતાવી નથી. આપણે સમકિતિતી થઈએ, વ્રત લેવું નહિં, વખતે ભાંગી જાય માટે ન લેવું. તે ડહાપણનું કામ ન ગયું. શ્રાવકને અવિરતિનો ડર એ હોય કે નકામી-અવિરતિ રહે નહિં. મસી પચ્ચખાણમાં શું છે? આજકાલ તે મુઠ્ઠીવાળીને નકાર ન ગણું ત્યાં સુધી પચ્ચખાણ, અસલ પિરિસી કરી દુકાન પર બેઠા. મારી પિરસી પૂરી થઈ ઘેર જવું છે, ડીવાર છે. ત્યારે તે વખત એટલે કાળ અવિરતિ ન રહે, એટલા માટે મુઠ્ઠસી. જ્યાં સુધી મુહૂસી ન છોડું ત્યાં સુધી પચ્ચખાણ. આગળ પરસેવાનું બિદુ ન સુકાય ત્યાં સુધી પખાણ હતું. વિચારે શ્વાસ લેવાય એટલે કાળ અવિપતિમાં ન રહે. પિરિસી વિગેરે ઉત્તર ગુણ છે. ઉત્તર ગુણમાં આટલી અવિરતિ ટળાતી નથી તે માટે પચ્ચખાણ છે. ઉત્તરગુણ અવિરતિને આટલી હલકી ગણે એ મૂળ ગુણની અવિરતિથી બચવાને કેટલું રાખતા હશે? અવિરતિ સમજ્યા પછી કેમ રહેવા દે. આ સમજશે ત્યારે એક વખતના ઉપદેશમાં પાંચ જણ સાથે શી રીતે દીક્ષા લેતા હશે? કેવળ અવિરતિને ડર લાગે તેથી. અવિરતિને ભયંકર સમજનારાએ બાર મહિના ન બને તે ચોમાસામાં સામાયિક વિગેરે કરી અવિરતિ ટાળવી જોઈએ. અવિરતિથી બચવા માટે વિરતિ તેનું સ્વરૂ૫ ફળ જાણવું જોઈએ. એ જાયા પછી આવશ્યક વિગેરે સ્વરૂપ આગળ ઉપર બતાવવામાં આવશે.
પ્રવચન ૧૪૩ મું
અષાદ વદી ૯ રવિવાર શાસ્ત્રકાર મહારાજા આગળ સૂચવી ગયા કે–સંસારમાં દુર્ગતિ ટાળનારને સદ્ગતિ મેળવી આપનાર માત્ર ધર્મ છે. કેટલાકને અર્થકામની અભિલાષા હેવાથી જેમ સ્વાદમાં લુપ થએલે તવે ભરેલ હોય તે કવીનાઈન કે કરીયાતાનું નામ સાંભળે, ત્યાં જ ઉલટી જેવી દશા કરે, તેમ અર્થકામની આસક્તિવાળાને ધર્મ કડવું લાગે, પણ હિતેષીની ફરજ