________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથે
પ્રવચન ૧૪ર મું
અષાડ વદી ૮, શનીવાર શાસ્ત્રકાર મહારાજા આગળ સૂચવી ગયા કે દરેક આતિકે ધર્મને શ્રેષ્ઠ માને છે, છતાં નામ માત્રથી ધર્મને અંગે દેરાવું નહિં. પણ સ્વરૂપ અને ફળ વિચારવાની પ્રથમ જરૂર છે. ધર્મ નામ. માત્રને અંગે પ્રવતિ કરનારા થાય તે થેરીયાના તથા આકડાંનાં દૂધને નામ માત્રથી પીવાવાળાની માફક દશા થાય. આથી જ કહ્યું છે કે,
सूक्ष्मबुद्धया सदा शेयो, धर्मो धर्मार्थिभि : नरैः॥
अन्यथा धर्गबुध्यैव तद्विघात : प्रसज्यते ॥ १॥ જે અર્થ કામમાં જ આસકિતવાલા હાય, આહારાદિકમાં જે રામ્યા હોય, આહારદિકના અને ઈન્દ્રિયેના વિષયેના અર્થી હોય, તેમને ધર્મમાં અધિકાર નથી. આથીપણું ધર્મનું જ લેવું જોઈએ. વિષયે ન છુટવામાં અશકિત આસકિત ગણે, પણ જેનું ધ્યેય ધરમ તરફ ન હોય તેને અહીં અધિકાર નથી. ધર્મ સિવાય સર્વ અનર્થ રૂપ લાગ્યું હોય તેવાને આ વાત કહું છું. ધર્મને આથી જ ધર્માધિકારી છે.
હરિભદ્રસૂરિએ ચેકની જાહેરાત આપી છે કે મારું વચન કોણે માનવું કે જેઓને ધર્મનું અથાણું હોય. ધર્મનું અથાણું ન હોય તે ઝવેરીને ત્યાં ચીભડા લેવા જવા જેવું થશે. પહેલા તપાસવું જોઈએ કે આ દુકાન શાની છે. કંદેઈની કાછીયાની છે કે ઝવેરીની? ઝવેરીને ત્યાં મેતી હિરા લેવા હોય તેણે જવાનું, તેમ તમે અર્થ કામના લેનારા હેતે અહીં તમારી ઈચ્છા પુરી થવાની નથી. ઘાસ દેવાવાળું અનાજ પણ ઘાસની બુદ્ધિએ વવાય નહિં. અનાજ વાવવાથી ઘાસ અને અનાજ બને થશે. ફળ તરીકે બન્ને ગણાય, પણ સાધ્ય અનાજ ગણાય, ઘાસ સાધ્ય ન હતું. ધાન્ય થાય તે જ સારે કાળ. તેમ ધર્મને અંગે સાધ્ય મેક્ષ. આથી આનુષંગિક લાભ કહીએ છીએ, કસ્તુરીને વેપાર કરતાં સુગંધ આવી જાય, પણ ફળ કમાઈ છે. તેમ અર્થ કામની ઈચ્છા હોય તેવાએ આ ધર્મ-દુકાનની મુલાકાત લેવા જેવું નથી. લુંણ, કરીયાણા, તેલ,