________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૯૧
કહી દઈશું. ઉપાશ્રયે ઉપાશ્રયે દેહાદેડ શું કરવા કરીએ. આતે આખા જગતના તમામ દેવગુરુને માની લઈશું. ઘેર બેઠા પાણું તેજ ટચના આધારે કીંમત ગણી હીરા મેતી કે સેનાને ન સંઘરે તેની દશા શી થાય? તે જ પાણી ટચને જાણે કહે તેની વાત કરે પણ હીરા મોતી સેના સામું ન જુવે તે તેની વાતની કિંમત કેટલી? તેમ દેવ અગર ગુરુ કોઈ ગુણવાળી વ્યક્તિ હોય તેની ઘેર બેઠાં કીમત આંકનારે મૂર્ખ બને. જ્ઞાની દ્વારા જ્ઞાનની આરાધના
અહીં ભરત મહારાજાને ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. અહીં ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન થયું તેની વધામણી આવી છે. ભરત મહારાજા ત્યાં ગયા એટલે કેવળજ્ઞાન ભરત મહારાજાએ જોયું નથી, રહા કે ગયા દેખવાની ચીજ નથી. કેવળ જ્ઞાનીની પાસે શું કરવા ગયા? કેવળ જ્ઞાનને મહિમા કરવા માટે. કેવળ જ્ઞાની પાસે કેમ ગયા? મહેલમાં બેઠા બેઠા કેવળ જ્ઞાનને મહિમા થઈ શકતે. જ્ઞાનની આરાધના જ્ઞાનીની આરાધના દ્વારા થાય. આ વાત સાથે મૂળ પ્રસંગ કહ્યો. હવે પ્રાસંગિક વાત કહું છું. છ ખંડની માલીકી દેનારૂં એક બાજુ ચક્રરત્ન ને એક બાજુ કેવળજ્ઞાન તે પણ બાપને, પિતાને લેવા દેવા નથી. છ ખંડની માલિકી પિતાને, કેવળજ્ઞાન બાપને મળ્યું. બાપના આત્માને કેવળ જ્ઞાન મલ્યું તે પિતે જવાથી કેવળ જ્ઞાન વધતું નથી ને ન જાય તે કેવળમાં કાંઈ ઘટતું નથી, એવી સ્થિતિનું કેવળ એટલે પારકા આત્માનું કેવળ જ્ઞાન. તે જગાએ છ ખંડ આપનાર ચકે રત્નની બેદરકારી કયા વિચારથી થઈ હશે? છ ખંડ ચૌદરત્નને નવ નિધાન આપનાર ચક્રરત્ન. માત્ર કેવળીનો મહિમા કરે. કેવળજ્ઞાન દેખવાના નથી માત્ર કેવળજ્ઞાન પામ્યા તેને મડિમા કરવા માટે જે છ ખંડની માલિકી આપનાર ચક્રને લાત મારે તે કઈ પરિણતિ હોવી જોઈએ. તમારી અપેક્ષાએ રાષભદેવજી એ પથરો, મુતરની કથળીને વિષ્ટાને ટેપલે, હાડકાંને માંસને ઢગલે કે બીજું કંઈ ? જે માંસને ઢગલે છતાં પ્રગટ ગુણવાલે નિર્મલ આત્મા અંદર રહ્યા છે તેથી તેમની કીંમત. કેવળજ્ઞાનીનું શરીર હાડ માંસને ઢગલે જ છે. એક ગુણવાળે જોડાયે તેથી પૂજ્ય ગણ્યું. એમનામાં ગુણ તેથી હાડકા માંસ પૂજ્ય ગણ્યું. ખુદ હમારામાં ગુણ ઉત્પન્ન કરે તેને પૂજ્ય માનીએ તેમાં શું? છતાં તેને પત્થર માને તેને શું? તારી અપેક્ષાએ ભગવાનની મૂતિ પર છે. તે તેમનું શરીર હાડ માંસ મુત્તરની કથળી છે. શાસ્ત્રકારે