________________
પ્રવચન ૧૪૦ મું
કાળની અપેક્ષાએ નહિં. પહેલાં ભાવની અપેક્ષાએ દેવગુરની અપેક્ષાવાળા હતા. તીર્થંકર નામકર્મ નિકાચીત કર્યા પછી તીર્થંકરનાં કલ્યાણકમાં ઉમંગપૂર્વક ભાગ લે છે. તીર્થંકરના ભાવમાં જન્મથી સમ્યકત્વવાળે ત્રણ જ્ઞાનવાળે હય, પહેલાં ભાવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું હોય ને એકલા ભવમાં દેવગુરુનું આરાધન ન કરે તે હરકત નથી. સમ્યકત્વનું, જ્ઞાનનું ઠેકાણું નહિ એવી સ્થિતિવાળે તીર્થંકરની સરખાવટ કરવા જાય તેનું શું થાય ? આ ભવમાં શ્રેણિક મહારાજે અદ્વિતીય આરાધના કરી. એ આવતા ભવે પદ્મનાભ-નામના તીર્થકર થશે, ત્યારે ભલે ન આરાધે. દેવગુરુ દ્વારાએ મળનારી વસ્તુ ગર્ભમાં મળી ગઈ હોય, તેનું ખાતું લઈ બીજા ન આરાધે તે તે ન ચાલે. સ્વયંબુદ્ધ સિવાય દેવગુરુનું આરાધન છોડી દે તે ધર્મ પામે નહિં. ઉંદર બીલાડી વગર દવે દેખે તે તમે દીવા એલવી નાખે કે? કહે એની આંખમાં એટલું તેજ છે તેથી તેમને દીવાની દરકાર ન હોય, તેથી મંદ તેજવાળા આપણે દીવાની દરકાર ન રાખીએ તે પાલવે નહિં. જે તીર્થકરને પેલા ભવના ત્રણ જ્ઞાન સમ્યકત્વ એવા દેવગુરુનું આરાધના ન કરે તેથી અમારે આરાધનાની જરૂર નથી-એમ કેમ બેલાય? દેવગુરુની આરાધના કરી તીર્થંકરપણું મેળવનારા છે. તેથી બીજા જીવને આરાધનાની જરૂર નથી-એમ કહી શકાય નહિં અર્થાત્ દેવગુરુનું આરાધન ધર્મરત્વ પ્રાપ્ત કરવા માટે. આથી ભગવાનની દ્રવ્ય પૂજા કરનારે કણ ગણાય? તેને દ્રવ્ય પૂજા કયારે ગણવી? જેણે એ ધારણું હાય કે આ મહાપુરૂષની છખંડની ઋદ્ધિ ઠકુરાઈ રાજકુટુંબ બધું મળેલું તેને ઝેર જેવું દેખ્યું ને છોડયું ત્યારે કલ્યાણ થયું. દેવગુરુને ન માનનારા તીર્થકર–મનુષ્યને તેવા વખતમાં પણ ત્યાગ વગર ન ચાલ્યું. ત્યાગ અંગીકાર કર્યો ત્યારે જ તીર્થકર પણું વાસ્તવિક મળવાને અધિકાર આ. દ્રવ્યપૂજા સમયે ધારણ કઈ રખાય ?
ગૃહસ્થને કેવળ જ્ઞાન કદી થાય, પણ તીર્થકરને ગૃહસ્થપણે કેવળજ્ઞાન હોય જ નહિં. તીર્થંકર ત્યાગી થાય થાય ને થાય જ, ત્યાગ સિવાય તેમને કેવળજ્ઞાન નથી. તીર્થકર સરખાને સર્વવિરતિનું હથીયાર લેવાય ત્યારે જ કેવળજ્ઞાન તાબે થઈ શકે. માટે જ આ સર્વવિરતિના સરકારની પૂજા કરું છું. તીર્થકર એટલે સર્વ વિરતિને સરદાર, એમની પૂજા એટલાજ માટે કે મને સર્વ વિરતિ મળે. સર્વવિરતિ મેળવવાનું કારણ જાણી જે