________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
માટે સાગાર અને અણુગાર ધર્મ એમ બે પ્રકારના ધર્મ કહ્યા. હવે તે ધર્મનું ષિષ ૨વરૂપ આગળ કેવી રીતે જણાવશે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૪૦મું
અષાડ વદી ૬ ગુરૂ શાસ્ત્રકાર મહારાજા આગળ જણાવી ગયા કે આસ્તિકય માત્ર ધર્મની ઈચ્છાવાળે હોય, પણ નામ માત્ર તરફ ન દેરાતાં સ્વરૂપ અને ફળ તરફ દોરાવુ જોઈએ. ધર્મ નામ માત્ર લેનાર ફળ મેળવી ન શકે. જે વસ્તુ કઈ પણ પદાર્થ કરી શકતા નથી તે વસ્તુ ધર્મ બનાવે છે. એ પદાર્થ ક! આવતી જિંદગીને અંગે જે દુર્ગતિ કવી અને સદગતિ મેળવી આપવાની તાકાત હોય તે તે માત્ર ધર્મમાંજ છે. દેવ ગુરૂ જે દુર્ગતિ રેકે ને સદ્ગતિ આપે તે ધર્મ દ્વારાએ. દેવ ગુરૂની જરૂર નથી એમ કહેનારે વિચારવાનું છે કે ધર્મ દેખાડાય સમજાવાય ત્યારે જણાવનારી વસ્તુ છે કે પોતાની મેળે જણાય એવી ચીજ છે? ધર્મ પાંચ ઈન્દ્રિયથી જણાતે પદાર્થ નથી. ધર્મ જરૂરી છે તે ચીજ પૂરી પાડનાર કોણ! મારે કેરી જોઈએ છે, પણ આંબે જગતમાં ન જોઈએ? આંબે ન હોય તે કેરી કયાં છે? તેમ ધર્મને જણાવનારા ને સ્વતંત્ર જાણનારા આચરનારા ગુરુ મળે નહિં તે ધર્મ મળવાને કયાંથી? હમને ગુરુ ધર્મ આપે, તેમને તેમના ગુરુ આપે, યાવત તીર્થકર તેમને ધર્મ આપે. તે જેમ પોતાની મેળે ધર્મવાળા થયા તેમ અમારો આત્મા પિતાની મેળે ધર્મવાળે કેમ નહિં? જગતમાં જેટલા આત્મા છે તે બધામાં આત્માપણું સરખું જ છે. તીર્થકરના આત્મામાં આત્માપણું અને આપણામાં આત્માપણું સરખું જ છે. તિર્થંકર દે ગુરુ વગર ધર્મ જાણી શક્યા, ફળ મેળવી શક્યા છે, તે અમે પણ દેવગુરુ વગર ફળ મેળવી શકીશું. વળી અમારે જરૂર તે એમને જરૂર કેમ નહિં? દેવગુરુનું આરાધન ઘર્મતત્વ માટે
તીર્થકરના આત્માને દેવગુરુની જરૂર નથી એમ કહેનાર ભૂલે છે. કટીવજને છેક વગર કમાયે હજારો ખરચે ને ભીખારી વિચારે કે હું બે હાથવાળ વાળે છતાં હું કેમ ન ખરચું-એમ વિચારે તે? તેમ તીર્થંકરે દેવગુરુની અપેક્ષાવાળા નથી, તે ભવની અપેક્ષાએ. સર્વ