________________
પ્રવચન ૧૧૪ મું
[ ૨૧૭
જ્યારે રાજપુત્ર કપીલ આવે છે ત્યારે તે પણ મરીચિથી પ્રતિબંધ પામે છે. દીક્ષા લેવા તૈયાર થાય છે, ત્યારે કહે છે કે- જા સાધુ પાસે. ધરમગુરૂ શબ્દ ધરમગુરૂ માટે ઉપયોગી નથી. તે ધરમ-શિષ્ય માટે ઉપયોગી છે. તે ધરમશિષ્ય સાચો ધર્મ સમજે હોય તે ધર્મિષ્ટો પાસે જ જાય. તેથી મરીચિએ કહ્યું અને કપિલ ગયે ખરે, પણ તેને તે સાધુ ન રૂા. પાછા આવ્ય, ફેર મોકલ્યા. ફેર પાછો આવે. એમ ત્રણ વખત ગયે ને પાછો આવ્યો. પછી પ્રશ્ન કર્યો કે તમારામાં કંઈ પણ ધર્મ છે કે નહિ ? એ પ્રશ્ન કયા પ્રસંગે કર્યો? આ વખત સમજે. કપીલને ત્રણ ત્રણ વખત સાધુઓ પાસે મેકલ્યા તે મરીચિ સાધુને કેટલે માનનારે હશે? એ મોકલવામાં કપીલ કંટાળે છે ત્યારે શું બોલે છે? તમારામાં કઈ પણ છે કે નહિં? આટલું છતાં મરીચિ શું કહે છે ? હા ! રૂપ ફુણવંત અહીં મેં તને મોકલ્યો હતો, ત્યાં સંપૂર્ણ ધર્મ છે. સાધુ પાસે સંપૂર્ણ ધર્મ છે, અહીં કંઈક છે. આ વચન એક કપીલને દીક્ષા દેવાની બુદ્ધિને દૂર કરીએ તે ખોટું નથી. મરીચિ અમુક વિરતિવાળો છે કે નહિં. સમ્યકત્વવાળો છે કે નહિં? એને પરિવ્રાજકપણુના વેષમાં ધર્મ મનાવે છે, તેમાં કેડાકેડ સંસાર ભટકો પડ્યો. કંઈક ધર્મ પરિવ્રાજકપણામાં છે. તેમાં કેડીકેડ સાગરોપમને સંસાર વધાર્યો, તે બેફાટ શાસ્ત્રોને અંગે બોલે તેને ક્યાં સ્થાન મળવાનું? હવે મૂળ વાત પર આવે. મરીચિ આટલે અભ્યાસી, ચારિત્રી, આટલા શિષ્ય દેનારે છતાં એક પરિવ્રાજકપણામાં ધર્મ કહ્યો એટલે શાસને તેને ખસેડી દીધો. આ ઉપરથી મૂળ વાત નક્કી થઈ. “ઉત્સવ ભાષણ કરનારને પહેલાનું જ્ઞાન, ચારિત્ર કે સમ્યકત્વ એકે હિસાબમાં લેવાતું નથી.” ઉસૂત્ર ભાષણ કરતાં કમાયા એટલું ખોયું અને ધર્મ પામ્યા હોય તેને નાશ, એટલું જ નહિં પણ અનંતે સંસાર રખડવું પડે. જમાલીને અનંતે સંસાર નથી થયા. પ્રજ્ઞાપનીયભાષાનું લક્ષણ એજ.
ક્રૂર પ્રદેશી આટલામાં કેમ તરી ગયે? કેશીકુમારના પરિચયમાં પ્રદેશ રાજા આવ્યા ન હતાતે વખતે તેના લેહીવાળા હાથ રહેતા હતા. તે વખતે તેને જે ધર્મિષ્ટ દેખે ૨૮