________________
પ્રવચન ૧૦૩ મું.
[ ૫ માને, સંસારના સાધન પરમસાધ્ય હોય, તેવાને સમકાતિ માને તે તમારા સમકિતની શી સ્થિતિ? તમે એવા શ્રાવકને શ્રાવક માનવા તૈયાર થાવ તો કુદેવ, કુગુરુને માનવામાં તમારું શું ગયું? અમને, કુગુરુને કુદવને દેવ-ગુરુ-ધર્મની બુદ્ધિએ માનો છો? તમારા મનમાં રહેલી દેવાદિકની ધારણા કામ લાગી જાય તો જગતમાં મિથ્યાત્વનું સ્થાન જ નથી. તમે પંચમહાવ્રતધારીને ગુરુ માને છે, બીજાઓ સંન્યાસીને માને તો ગુરુ બુદ્ધિએને? એ બિચારા ઉપવાસ નામ ધરાવે છે. પછી ભલે આદુ, રાજગરાનો શીરે ખાય, પણ ધારણા તો ઉપવાસની છે. તે અધર્મને, ગુરુને, ધર્મ ગુરુદેવ કેમ નથી કહેતા ? સાચું હોય તે સાચું મનાય તે જ સમ્યક્ત્વ. સાધર્મિક ભક્તિનું પરિણામ ધર્મના ઉદયમાં જ આવે. અમે પુષ્ટ હઈશું તે અમે આમ કરશું. સોએ દશ ટકા કબૂલ છે? ધર્મના નામે સો ટકા કમાવા છે ને દશ ટકા ધર્મમાં ખરચવા નથી. ધર્મની પ્રતિજ્ઞા કરે.
અમે સુખી હઈશું તે ધર્મ કરીશું, અમને બાયડી, છેકરા, વેપારનું સુખ હશે તો ધર્મ કરીશું. પેટમાં બળતરા હશે તે ક્યાં ઘરમ કરવાના?, આવું કહેવું સાચું તે છે ને? અમે પૈસાથી, વેપારથી, કુટુંબાદિકથી સુખી હઈશું તે ધરમ કરી શકીશું, એ તે કબૂલ છે ને? આમાં કરગરે એવા કેઈ દેખે છે કેમ નહિ? જે ક્રિએ સંપૂર્ણ હોય, કુટુંબ સુખી હોય, વેપાર સુખી હોય એવા કેટલા દહાડા દહેરા, ઉપાશ્રયમાં માં બતાવે છે? ન આવનારની ટીકા નથી કરતો આ તમારી વ્યાપ્તિ (જ્યાં જ્યાં સુખ ત્યાં ત્યાં ધર્મ): એ જોવા માંગું છું. આવી સ્થિતિવાળાને ધર્મ કરતાં દેખ છે ને? જે કટિદેવજ બંગલાના માલિક જેમને ત્યાં સેંકડે નોકરી છે, તે બધા ધરમ કરે છે ને? શાંતિ હોય તો ધરમ કરીએ એ વાત તે સિદ્ધ કરી બતા. ૩૦-૩૫ વરસથી જેને માર્ગે લાવવા પાણીની માફક પૈસા ખરચ્યા તે ફળ ખાવાનું તમારા નસીબમાં દેખાયું? જેમને સારા રસ્તે ચડાવવા માટે તમે ઉદ્યમ કર્યો તેનું ફળ શું દેવું? ઘરને આંગણે આ ઝાડ આંબાનું કે બાવળનું? બાવળનું જાણ્યા પછી પોષવા કોણ તૈયાર થાય? કઈ નહિં. બીજે મુદ્દો એ કે-દુઃખી હેય, અડ