SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી ત્યાગીની વાત તે હૂર રહી. આ તે ગૃહસ્થની વાત છે. ખેતર ખેડ, બળદ પલેટ, ઘોડાને ખસી કર, આ કથને તે અનર્થદંડ છે. વિચારે અનર્થદંડને અનર્થદંડ તરીકે નહિ માનનારા, ઉલટો ઉપગાર માનનારાની શી વલે? પ્રશ્ન-સાધર્મિક કહેવાય કે નહિ? ઉત્તર-સાધર્મિક એનું નામ જે દુનિયાદારીને ફાની-અસાર ગણે તેમાંથી નીકળવાનો પ્રયત્ન કરતાં ન નીકળી શક્યો હોય તેવા સાધર્મિક, પણ જે અનર્થદંડને ઉપગાર માને તે સાધર્મિક થવાને લાયક થઈ શકે ખરા? પંચમહાવ્રતપાલક બધા સાધુ, પણ આચાર્ય–ઉપાધ્યાયને ઊંચી કોટિમાં કેમ મૂકીએ છીએ? વિશિષ્ટ ગુણથી વિશિષ્ટ માન્યા. અહીં નામ-દ્રવ્ય શ્રાવક સાધર્મિકપણે મનાય તે વાત જુદી છે. ભાવ શ્રાવક તો સાધર્મિકપણે માનવાના જ છે. જે પોતાનું નામ શ્રાવક જણાવે, શાથી? જૈનકુળમાં જન્મે એટલે. શ્રાવક-કૂળની મર્યાદા સાચવતો ન હોય તે શ્રાવક જાહેર કરે તે તે દ્રવ્ય-શ્રાવક. ધર્મકિયાને આલેકના ફળ તરીકે કરે. દષ્ટાંત તરીકે વખાણમાં આવવું નથી, પણ નાળીયેરની પ્રભાવનાને લીધે આવે. છઠ્ઠું અઠ્ઠમ કરે નથી, પણ જમવાની ને પ્રભાવનાની ખાતર દેરે, ઉપાશ્રયે આવે તે દ્રવ્યશ્રાવક. જેઓને કલ્યાણની ભાવના છે, દેવાદિકની શ્રદ્ધા છે, જે આરાધન કરે છે, પછી ભલે અંશથી કરે પણ તે ભાવશ્રાવક. આ શ્રાવકને સાધર્મિક તરીકે માનવામાં તમે ભૂલતા નથી. જે કુશ્રાવક તે કયા? દેવાદિકના ભોગે અમારૂં પિષણ કરે એમ કહે છે. દેવ, ગુરુ, ધર્મ કયાં સુધી? જ્યાં સુધી અમારા પિષણમાં અમને અડચણ લાગે નહિં, શારીરિક, દેશીય, આર્થિક, સામાજિક કેઈપણ જાતનું અમારા પિષણમાં મદદગાર બને, અડચકાર ન બને, તે તે માટે અમે દેવાદિકને માનવા તૈયાર છીએ. આવા નામશ્રાવક કે દ્રવ્યશ્રાવકમાંથી નીકળી ગયા છે તેઓ ભાવશ્રાવકમાં તે હોય જ શાના? સાધર્મિક ન હોય તેને સાધર્મિક કેમ મનાય? હજુ નામશ્રાવકમાં સાધર્મિકની સંભાવના છે. પણ ધર્મનો નાશ કરવા કટીબદ્ધ થએલાને સાધર્મિક મનાવ પછી મિથ્યાત્વને માથે શીંગડા છે? જે સંસારને અંગે હેયપણું ન માને, સંસાર ઉપાદેય
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy