________________
પ્રવચન પ૯ મું રહેવું છે. છતાં દુઃખ હડકાયું કૂતરું છે. નાસે એટલે છોડે નહિં, બમણું કરડે. કૂતરે દોડે એટલે જરૂર કરડે. આ દુઃખ એ હડકાયું કૂતરું છે. જેમ જેમ દુઃખથી ડરી દોડે તેમ તેમ વધારે દુઃખ. ઘણા
જીવ દુઃખ ભોગવનાર છે. જે દુઃખ ભોગવે છે, તે કરમ તેડે છે, પણ તે અકામનિર્જરા દુઃખ ભેગવનાર ઘણું હોવાથી અકામનિર્જરા સ્થાન સ્થાન પર છે. તેથી દેવતગતિની પ્રાપ્તિ સ્થાન સ્થાન પર છે. ફલાણું ચોરને ફાંસી દીધી તે દેવતા થયે. તરસ લાગી હતી, મરીને દેવતા -. કારણ? વગર ઈચ્છાએ દુખ સહન કરીને અકામ નિર્જરા કરી.
અકામ નિર્જ રાવાળા દેવતા થઈ શકે છે. તેથી ત્રીજો મુદ્દો નકકી થયો કે દેવતાપણું સહેલું ને મનુષ્યપણું મુશ્કેલ છે. સ્થાન મનુષ્યના ઓછા, દેવતાના ઉમેદવાર ડા, મનુષ્યના ઉમેદવાર વધારે. સ્થાને સ્થાને દુઃખ વેદવાથી મરૂ મારૂમાં ન આવે તે તે દેવતા થઈ શકે.
જ્યારે મનુષ્યપણું મળે શાથી? વિવેકથી. દુઃખ વેદવાથી મનુષ્ય થવાતું નથી. સાથે વિવેકની જરૂર છે. સ્વભાવે પાતળા કષાયપણું હોય, દાનરૂચિવાળો હોય, મધ્યમ ગુણવાળો હોય તો જ મનુષ્યપણું મળી શકે. સ્વભાવે પાતળા કષાય કરવા કેટલા મુશ્કેલ છે? આવ્યું દુઃખ સહન કરવું ને સ્વભાવથી પાતલા કષાય કરવા, બેમાં મુશ્કેલ કયું? દુઃખ આવ્યું તે સહન કર્યા વગર છુટકો નથી, પણ કષાને પાતળા કરવા એ આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, દેવગુરૂ ધર્મની જોગવાઈ પામ્યા. કષાયના ફળ રોજ બોલીએ છીએ કે “ક્રાધે કોડ પૂરવતણું સંમ ફળ જાયરે’ એ કોના લક્ષ્યમાં નથી, આ વાતથી અજા કોણ છે? ક્રોધ એ કોડ પૂર્વના સંજમ જેટલો ફળનો લાભ હરાવી દે છે. આપણી સ્થિતિ કઈ? પરીક્ષામાં મુંગ, પરીક્ષા પૂરી થાય એટલે ચાલાક. પરીક્ષામાં જવાબ ન આપે તે કેવા ગણાઈએ? આ આત્મા ચંડાળ થવા તૈયાર થાય, ક્રોધમય થાય, ત્યારે કે ગણાય? ક્રોધ વખતે આ પદ કોણે યાદ કર્યું ? જે વખતે પરીક્ષા દેવાની છે તે વખતે દાટ વાળે છે ને? બાકીના વખતમાં બડબડાટ કરે છે. લૂંટાઈ જાય છે પછી હથીયાર લઈ ઉભો થાય છે. આ બે કડીનો દેહ યાદ કરતે નથી. હવે વિચારે ! એટલી ઊંચી સ્થિતિમાં આવ્યા છીએ, ધર્મ સમજયા છીએ, માનીએ છીએ, તે બીજી દશામાં કોઇ પાતળું કરે કેટલે મુશ્કેલ છે. ત્યાગી મહાવ્રતધારી ક્રોધના પરિણામમાં કઈ સ્થિતિમાં આવ્યા? તીર્થકરની હત્યાની સ્થિતિમાં આવ્યા બાળીને મારી નાખવા તૈયાર થયે.