SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ પ્રવચન ૮૮મું પારણું કર્યું. એક મહિને અધિક વર્ષ સુધી વજ રાખ્યું તે પણ વસ્ત્ર સહિત ધર્મ કહે છે માટે આટલે કાળ વસ્ત્ર રહેવા દીધું. ભગવાનનું અનુકરણ કરવાનું હેત નહીં તે પાત્રથી પારણું કરવું અને વસ્ત્રનું ધારણ કરવું એ બનને વાત શાસ્ત્રકાર જણાવત નહિં. એટલું જ નહિં પણ સાફ સાફ જણાવે છે કે ઔષધિ પ્રયાગે તળાવમાં પાણી અચિત્ત થઈ ગયું છે, સાધુને તરસ લાગી છે, ન મળે તે નજીકમાં કાળ કરશે. પાંચસે સાધુના પ્રાણ જાય તેમ છે, છતાં કહી દીધું કે-અચિત્ત પાણીની આજ્ઞા આપીશ તે બીજા ભાવિ સાધુઓ તળાવનું પાણી વાપરતા થશે.. માટે પાંચસો સાધુને અણસણ કરાવ્યા, પણ અચિત્ત પાણીની આજ્ઞા ન. આપી. સર્વથા અનુકરણ કરવાનું ન હોત તો આ ત્રણ વાત ખુલ્લા શબ્દોમાં કહી તેનું શું કરવું? ભગવાનનું કર્યું અનુકરણ કરણીય? કર્મના ઉદયથી થએલું નહિં, કર્મના ક્ષપશમ ઉપશમ ક્ષયથી થએલું એવું કાર્ય અનુકરણીય છે. ત્યાં જ આપણે કહીએ છીએ કે-પંદર દિવસ ચોમાસીના થએલા છે છતાં પણ કુલપતિની અરૂચિ દેખી. વિહાર કરી ગયા. પ્રશ્ન–અરૂચિવાળાને ધર્મ ન કહે? ઉત્તર–અરૂચિવાળાને ધર્મ કહેવાની ફુરસદ સાધુએ લેવી જોઈએ. એમ કહી શકીએ નહિ, સાધુઓએ કલ્યાણ માટે ધર્મ સંભળાવવાને છે. જેને કલ્યાણની અભિરૂચિ હાય તે સાંભળે. પ્રશ્ન–ભગવાનના અભિગ્રહનું શું? ગર્ભમાં માતા જીવતાં દીક્ષા ન લઈશ એ અભિગ્રહ કર્યો હતો ને ? ઉત્તર–માતાના મોહને લીધે જ આ કર્યું છે. માતા-પિતાની ભક્તિ લૌકિક છે, પણ લકતર નથી. એ અભિગ્રહ કહી આપે છે કે માતા-પિતાની રજા વગર દીક્ષા લઈ શકાય. જો માતા-પિતાની રજા. વગર દીક્ષા થવાની ન હતી તે અભિગ્રહ કરવાની શી જરૂર હતી? છોકરાને મિલકત આપવી હોય તે દસ્તાવેજ કરે પડે. જેને હક ન લાગતો હોય તેવાને આપવું હોય તે દસ્તાવેજ ન કરે પડે. તેથી, શ્રી મહાવીરને અભિગ્રહ કરે પડયે. કારણ કે તે અવસરે વગર રજાએ. દીક્ષા થતી હતી અને તેથી જ અભિગ્રહ કરવાની જરૂર. તે દસ્તાવેજ રૂપ છે.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy