________________
૩૧૦
પ્રવચન ૮૬ મું
પ્રવચન ૮૬મું સંવત ૧૯૮૮ શ્રાવણ વદી ૭ શુક્રવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મ આત્માની ચીજ છે પણ તેની કિંમત તેનું પરિણામ ખ્યાલમાં આવે નહિ ત્યાં સુધી તેની વ્યવસ્થા કરવાનો હક તેને પ્રાપ્ત થતું નથી એટલા જ માટે ધમની કિંમત સમજવાની જરૂર પહેલી ગણી. અનાદિથી આ જીવ પાંચ ઈન્દ્રિયેના વિષયે અને આબરૂ એમ છની કિંમત માત્ર સમજે છે. તેમાં પતે છૂપાઈ ગયો અને તેથી ધર્મ જેવી ચીજ આ જીવે કિંમતી ગણું નથી. દવા ચાહે જેવી સારી હેય પણ મનમાં ઉલટીને વહેમ મટે નહિં તો તે દવા તે ફાયદે કરે નહિ. એવી રીતે આ જીવ ધર્મની કિયાસામાયિક પૌષધ પૂજા પ્રભાવના બધું કરે છે પણ મનમાંથી કાંટો નીક નથી, માટે જણાવ્યું કે-ધર્મની કિંમત કરતાં શીખે. ઝવેરીમાં પણ દલાલી વેપાર ધીરધાર કરતાં પહેલાં ઝવેરાતની કિંમત કરતા શીખે છે. તેવી રીતે અહીં તમે ધર્મ કરે છે પણ તમે ધર્મનું ફળ મેળવ્યું નહીં. ધર્મ નિષ્ફળ નથી ગયે, માત્ર પાંચના પંજામાં ને છના છકકામાંથી છૂટવા ન પામે તેવું ફળ મેળવ્યું-વ્યવહાર રાશિમાં આવે જેને અનંતે કાળ થયે છે તે કોઈ પણ છવ ધર્મ કરણી કર્યા વગર રહ્યો નથી. અનંતી વખત કરી ચૂકી છે, કરી છે પણ કરી કરીને આત્માના સાધનથી ચૂક્યા છે.
માત્ર પદ્ગલિક વસ્તુઓ મલી. શરીર ઇદ્રિ તેના સાધનો, આબરૂ તે પણ જોઈએ તેવી મળી પણ તેમાં આત્માએ કંઈ પણ મેળવ્યું નહિં. હતો એ ને એ રહ્યો. કારણ? કિંમત જાણ્યા વગર ધર્મ કર્યોતેવી રીતે આ વખતે કરાતે ધર્મ અનંતાની કચરાપટ્ટીમાં ન જાય તે બરોબર ધ્યાનમાં રાખવું. કયારે ન જાય? જ્યારે ધર્મની કિંમત ધ્યાનમાં લેવામાં આવે. જગતમાં કિંમત વેચાતી લેવાય અગર વેચાતી દેવાય કેઈ પાસેથી લઈ દઈ શકીએ તેની કિંમત કહેવાય છે. સેનું રૂપું હીરા મણિ પન્નાની કિંમત જગતમાં પ્રવતેલી છે, પણ દુનિયામાં કોઈએ જીવની કિંમત સુખની કિંમત કરી? શું જગતમાં જીવ જેવી સુખ જેવી ચીજ નથી? જે છે તે ધૂળ ઢેફા અને હીરાની કિંમત છે, તે જીવ અને સુખની કિંમત કેમ નહીં? જીવ એવી ચીજ છે જે આપી અપાતી