SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ પ્રવચન ૮૧ મુ વિષયાદિક છતું છટકું વધારવાને ઉપાય બતાવે તે ગુરૂ. છના છટકા સંસારના સાધને વધારી દે તે દેવ. તમે દેવાદિક શુદ્ધ માન્યા પણ પરીક્ષા ના છટકાએ કરી. આહારાદિનું સુખ ને તેના સાધનનું સુખ છેવટમાં છેવટ આબરૂની વૃદ્ધિ. આ છ જે એ આપે રાખી દે, પિકી દે, તે દેવ-ગુરૂ-ધર્મ કામના. જે સુગંધી ફૂલોની પરીક્ષા કરતાં રૂપ તરફ દેખે તે આવળ બાવળમાં જ ભટકે, એ ગુલાબમાં જાય નહિ. સ્પશને વખતે નુકશાન થશે તે હું સહન કરીશ, એમ ધારે તેજ ગુલાબ લે. સ્વપ્ન પણ ભરાતા ઉઝરડાના કાર્યથી ભડકેલે ચળકતા ઉજળા રૂપથી ભરમાએલે એ ગુલાબથી વંચિત રહેવાનો ને અંતે નિગધ આવળ બાવળના ફૂલમાં જ ભટકવાને છે. દેવ ગુરૂ ધર્મને આરાધના કરવા છે પણ પૌજ્ઞાલિક સંસારસુખ રૂપ છના છટકામાં જરી પણ આંચ આવવી ન જોઈએ. પછી બીજે નિર્ણય કે તેવા દેવાદિકને માનું કે જે મારા છના છટકાને વધારી દે. આ કીંમત કયા દ્વારાએ? ગુલાબ લેવા જવાવાળાએ કંઈક બીજી ઈદ્રિયના વિષય ઉપર બેદરકારી કરવી પડે છે. આવળ બાવળના રૂપની રતિને દૂર કરે નહિ તે ગુલાબ ગ્રહણ કરવાની તાકાતવાળે ન થાય. સંસારિક સુખને અંગે રહેતી અનંતી ઈચ્છાઓ છેદે નહિ, ત્યાં સુધી દેવગુરૂની આરાધના પામી શકે જ નહિ. પહેલે નંબરે આ જીવે દરેક ભવે આહારદિક છના છટકા તૈયાર કર્યા છે. પછી પિતાના કામમાં આવ્યા કે ન આવ્યા, અગર બીજાના કામમાં આવ્યા. કયા ભવમાં આહાર નથી લીધે, શરીર વધાર્યું નથી, ઇક્રિયે નથી કરી, તેના વિષયો ભેગવ્યા નથી, તેના સાધન મેળવવા પ્રયત્ન નથી કર્યો, છના છટકા વગર ક ભવ ગમે છે? ગામઢિયે ચેર શહેરી ચોર થયે કેઈ પુણ્ય સંયોગે જેમ ગામડિયા ચોરને શહેરી સરાફીની દુકાન જોવામાં આવે તે શું પરિણામ આવે? ગામડામાં ઘાસના પુળા અને પૈસા ચોરતે હતે, હવે શહેરના શરાફને દેખીને કયાં ઉપડશે? તેવી રીતે આ જીવ અનાદિ કાળથી ગામડિયે ભૂત ચર હતો. તેથી સ્પર્શ રસ ગંધ ચક્ષુ શ્રોત્ર ઇદ્રિયના વિષયમાં મહાલતે હતો અને જ્યાં શહેરી શરાફી દુકાન દેખી એટલે ચમક્યું. પહેલાં ગામડાની વસ્તુ ચોરો હો, હવે શરાફી પેઢી દેખી એટલે ચક્રવર્તિની ઋદ્ધિ મળે છે, વાસુદેવપણું મળે છે, દેવતાને જન્મ પણ મળે છે, શહેરના શરાફ દેખીને ચાર
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy