________________
આગમોહારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજે
૨૨૫
વચનની સરિતા અંદર વહી હેય તે પણ ત્યાં ઝળીને સાફ થઈ જાય. અ ક્રોધ દાવાનળ ગાંડો સળગાવે છે. એવી રીતે માનની શિલા સાથે માથું ફેડનાર, માયા નાગણીને ન માવનાર, લોભ સમુદ્રને ફેલાવનાર એવા આત્માને કઈ પણ પ્રકારે છૂટ રાખી શકીએ જ નહિં. આ અવળચંડો આત્મા પોતાના ઘરમાં રહેલી મિલકત ન સમજે, નાના બચ્ચાંને પિતાના ઘરમાં કેટલા પૈસા, કેટલું ધન, કેટલા હીરા, જમીન કેટલી છે એ માલમ હોય નહિં, તેવી રીતે આ અજ્ઞાન આત્માને કેવળજ્ઞાનની તીજોરી, કેવળદર્શન અખંડ વીતરાગપણાનો વારસો. દાન લાભ આદિ ગુણની ગુણે ભરેલી છે, તેનું એકેયનું આ આત્માને ભાન નથી. જ્યારે વસ્તુનું ભાન નથી તો એની કિંમત, ઉપયોગીપણું તેની તે ખબર હોય ક્યાંથી ? “ગાંડાને સ્વતંત્રતા સોંપવી એ નાશનું નોતરૂં. બાળકને તિજોરીની કુંચી સોંપવી એ નાશનું નેતરું.” એવી રીતે અજ્ઞાન આત્માને આમ ભગવટાની કુંચી સેંપાય તો જગતના નાશનું નોતરૂં. જ્યારે આપણે વિચારીશું કે જ્યાં સુધી આ આત્મા ધર્મની, આત્માની એ બધાની કિંમત ન સમજે ત્યાં સુધી એ સ્વતંત્ર થવાને લાય જ નથી.
જ્યારે એની ર્કમત સમજી સદુપયોગાદિકના પરિણામ સમજે તો તેની કિંમત સમજી શકે અને પછી જ આ આત્મ-ભગવટે ભેગવી શકે. સુગધ આંખથી ન પરખાય તેમ ધમ ઈન્દ્રિથી ન પરખાય
જે ઈદ્રિયનો વિષય હોય તે પદાર્થની કિંમત તે ઇંદ્રિયથી કરાય. જે પદાર્થ ઈદ્રિયનો વિષય જ ન હોય તે તેની કિંમત ઇદ્રિ દ્વારા કરવા જાય તો બેવકુફ ગણાય. તેવી રીતે આ આત્મા અને ધર્મ એ બને કોઈપણ ઈંદ્રિયનો વિષય નથી, તો તેની કિંમત વિષયો દ્વારા કરવી એના જેવી કોઈપણ મૂર્ખતા નથી. લેવી છે ગંધ ને પરીક્ષા કરી રૂપથી. ગુલાબ કરતાં આવળનાં કુલમાં રૂપના ચળકાટ વધારે હોય છે. જે રૂપ દ્વારા એ ફુલની પરીક્ષા કરવા જાઓ તો આવળ પકડી લાવો. તેવી રીતે ધર્મની કિંમત વિષય અને વિષયના સાધન દ્વારા કરવા જાઓ તે છિનું છટકું અર્થાત પદગલિક પદાર્થો વધારે તે ધર્મ. ધન ૧. આહાર, શરીર, ઈન્દ્રિયે, તેના વિષયે, તેના સાધનો, આબરૂ, આ પૌગલિક
સુખના સાધને દ્વારા દેવ ગુરુ ધર્મની આભા કે તેના ગુણેની કિંમત ન કરી શકાય.