SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પ્રવચન ૭૭ મુ પણ પરિણામે મમતા એટલી વધે કે વિરતિ કરવી મુશ્કેલ પડે અને અવિરતિમાં કાળ કરી નરકે જ જવું પડે. વાસુદેવેા સ`સારને ખાટા માને છે, ચારિત્રને સારૂ' માને છે, પાપ ડૂબાડનાર માને છે, પેાતાની શકિત અનુસાર બીજાને ધર્મને રસ્તે જોડયા જ કરે છે, એવા ધર્મના ધારીએ થએલા, પણ અવિરતિના પ્રતાપે આરભ પરિગ્રહ વિષય કષાયથી બિચારા નરકમાં રખડનારા થાય છે. તેા પછી અવિરતિપણું એ કેટલું નુકશાન કરનાર છે–કે આવા પુરૂષને પણ ગબડાવી નાંખે છે દુતિને રોકવાની તાકાત સમ્યકત્વમાં નથી, એ પાપામાં સમકીતપણના ઈલાજવાળું થઈ ને બેસે છે. આરભ પરિગ્રહ વિષય કષાયની પાસે સમ્યકત્વની લગીર પણ તાકાત હાય તા વાસુદેવાને નરકે જવું પડે જ નહિં. આ ઉપરથી વાસુદેવ સરખા દેઢ સમ્યકત્વવાળા માક્ષ માગે લેાકેાને પ્રવર્તાવનારા, માક્ષનું ધ્યેય ગણનારા, બીજા મેાક્ષ માગે કેમ જાય એ ચિંતવન કરનારા, આવા પણ પહેલા ભવના મમત્વ ભાવના પરિણામ વધેલા હાય તેના વિકારને તાડી શકતા નથી. ધર્મ પુણ્ય સદ્ગતિ ઋદ્ધિ સમૃદ્ધિ મેળવી આપી, પણ પરિણામે પ્રવૃત્તિમાં ગોટાળા શાથી ? નિયાણું કરતી વખતે ધર્માંની કિંમત સમજાઇ ન હતી. જે વખત પાતે ધમ કર્યો હતા તે વખત ધર્મની કિ`મત વસ્તુ સ્વરૂપે સમજ્યા ન હતા. અને ત્રણ જગતના સુખા રાજ્ય રિધ્ધિ એ બધી એક શુધ્ધ ધની મિનિટ આગળ હિસાબમાં નથી, એવું લક્ષ્ય પૂર્વે રાખ્યું ન હતું. આવી રીતે ધર્મની કિંમત સમજ્યા હોત તે નિયાણું કરવાને વખત આવત જ નહિં, અર્થાત્ વાસુદેવ કે પ્રતિવાસુદેવ અથવા ચક્રવર્તી બ્રહ્મદત્ત કે સુભ્રમ ધર્મ કરવાવાળા છતાં દુર્ગતિમાં રખડવાવાળા કેમ થયા ? પૂર્વે ધર્મની કિ`મત સમજી શકયા ન હતા. નાના છેકરા ખરી માટે કલ્લી કાઢી દે છે. એ કલ્લીની કિ`મત સમજ્યા નથી તેથી જ. જે કલ્લીની કિ`મત સમજ્યા હતે । ખરી માટે કલ્લી કાઢી આપત નહિ. તેવી રીતે જીવ સમજ્યા નથી કે સમયના ધર્મની કિ`મત આગળ ત્રણે જગતની ઋદ્ધિ સમૃદ્ધિ સુખાતે કિ`મત વગરના છે. કીંમત ધર્મની સમજવાથી કોઈવાર ખળ આયડી ઈર્ષ્યાને અંગે આ આત્મા દ્વારવાઈ જાય છે ને પછી નિયાણા કરે છે, તેનું પરિણામ પાતે વસ્તુને પામે પણ વસ્તુ પામ્યા પછી ધની કિંમત કાળજામાં કારાઈ નથી, તેથી પરિણામે પ્રવૃત્તિમાં ખરાબી કરી અંતે દુર્ગતિમાં ચાલ્યા જાય છે.
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy