________________
આગમ દ્વાસ્ક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૪૭
આવી રીતે દેવકી ઉદાસીન છે. તે વખતે હું તે ઉપાય કરીશ કે તું પાળેલા પિષેલા બચ્ચાની માતા કહેવાઈશ. વંશ ઉપર તત્ત્વ નથી. કૃષ્ણ મહારાજે દેવતાને આરાધન કર્યો. દેવતાએ પુત્ર થવાનું જણાવ્યું, જેનું નામ ગજસુકુમાલ. હાથીનું તાળવું એવું કેમળ હોય કે તેના જે કમળ, તેથી તેનું નામ ગજસુકુમાલ. આ કહેવાનું કારણ એ જ કે આ છેક દેવકીને કે વાહલો હશે ? જેને માટે વાસુદેવને પણ હિસાબ ન હતો તે ઉપર વહાલ કે હા જોઈએ. કૃષ્ણને ગજસુકુમાલ પર કેવી પ્રિતિ હોવી જોઈએ. પોતે જ દેવતાને આરાધન કર્યો, તેની પાસેથી જ છોકરે માગે. આવી રીતે દેવકી કૃષ્ણ અને ગજસુકુમાલ પર કેવા રાગવાળી હશે તે જણાવવું છે?
હવે કૃષ્ણજીએ વિચાર્યું કે ગજસુકુમાલને કન્યા તે લાયક જોઈએ. મારી ૧૬ હજાર ગોપીઓની ઈર્ષ્યા ગજસુકુમાલને ન રહે. એવી લાવી દઉં કે ૧૬ હજારને હીસાબ ન રહે. કૃષ્ણ વાસુદેવ કન્યાનો તપાસ કરે તે બાકી શું રહે ? આ શા માટે જણાવવું પડે કે ગજસુકુમાલ પર કેવી સ્થિતિને રાગ હશે ? જાદવકુળની કન્યાઓ રાજરજવાડાની કન્યા જેવી અનફળ ન આવી તેવી સોમીલ બ્રહ્મણની સોમા નામની કન્યા દેખી. ખરેખર લાયક આ છે. આ કન્યાને જમાનામાં લઈ જાવ ને ગજસુકુમાલને પરણાવી દે. કન્યાના માબાપને પૂછયા વગર બધું જોખમ માથે લે છે. આજ ગજસુકુમાલની પ્રીતિ જોખમ ઉઠાવે છે. એ ગજસુકુમાલ માટે આટલું જોખમ. વગર પૂછે બ્રાહ્મણની કન્યા ઉઠાવી. જે બ્રાહ્મણને તે વર્ણ ગુરુ માને છે, એવા બ્રાહ્મણની કન્યા વગર પૂછે ઉઠાવવી તે કે શેષ કરનારૂં છતાં ઉપાડી જનાનામાં નાખી. એવામાં નેમનાથજી પધાર્યા. ગજસુકુમાલે નેમનાથની દેશના સાંભળી. સાહસિકને નેહ બંધન તોડતાં કેટલી વાર ? ગજસુકુમાલને વિરાગ્યે થયો. વાસુદેવ કણ એ બધાને પૂરો નેહ, પૂરી પ્રીતિ, એ બધું ક્ષણમાં તેડીને સાફ કરી નાંખ્યું. મારે દીક્ષા લેવી છે. આ વખતે દેવકીને શું થયું હશે ? અભદ્રજીને શું થયું હશે?
રજાએ દીક્ષા, એ કબૂલ, પણ લગીર ઉથલો ખાજે. રજા વગરની દીક્ષા નહિ એમ નહિ, પણ લેણુ નાણાંની ખરી રીતી તે તરત દઈ દેવા. ન દે તે ઉઘરાણી કરે, છતાં ન દીધાં. દા કરે. હુકમનામું કર્યું. તેમ ન દે તે જપ્તિ કરાય. પણ રાજીથી ન દે તે રકમ મુકી દેવી? કઈ પણ