________________
४७०
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી સાંભળી શકે. સાંભળે નહીં તે સમજે કયાં? ન સમજે તે આદરે ક્યાંથી ? આથી અત્યંત રક્ત, દ્વેષી, મૂખે તેમ અત્યંત ભરમાએ ન હોય, આ ચાર ક્યારે ન હોય? ક્ષુદ્રપણું ન હોય ત્યારે આ ચાર અવગુણ ન હોય. આ અક્ષુદ્રતા આદિ ૨૧. ગુણોની વ્યાખ્યા કરતાં એક એક અધિકાર કેમ સમજાવે છે તે અધિકાર અગ્રે વર્તમાન, વ્યાખ્યાનને સારાંશ—૨૧. ગુણમાં અક્ષુદ્રતા ગુણ પ્રથમ કેમ મૂક? ૨. ખંધક મુનિ વિરાધક કેમ? ૩. શાળા તથા મહાવીર મહારાજાને પ્રસંગ.
પ્રવચન ૫૧ મું ભાદરવા સુદી ૧૪ શનીવાર મહેસાણા. इह यद्यपि धर्मरत्नं दुःसाध्यत्वात् , प्रयत्न विशेषेण सुसाध्यं भवेत् ।
શાસ્ત્રકાર મહારાજા શ્રી શાંતિસૂરીશ્વરજી ધર્મરત્ન ગ્રથને રચતાં આગળ જણાવી ગયા કે, ધર્મરત્વ પ્રથમ કોને અપાય છે? કીડા, કીડી, માખીને માટે જેમ શ્રવણ જિંદગીને વિષય જ નથી. તેમને કાન ન હોવાથી સાંભળવાનું નથી, તેમ ધર્મ એ સંસી-પચેંદ્રિય સિવાય કોઈને વિષય જ નથી. એકેન્દ્રિય બેઈન્દ્રિય આદિમાં ધર્મ જેવી ચીજ નથી. ધર્મ જેવી ચીજ ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિયની અપેક્ષાએ છે. અસંસીને ધર્મનો વિચાર સરખો નથી. હવે સંજ્ઞીપણુ પામે, તેમાં મનુષ્ય સિવાય હોય તે વાંજણની વાંછાઓ. વાંઝણી છોકરાના વિવાહ, લગન, વહુની, સુવાવડની વાત કરે તેમાં શું વળે? કેવળ વાતો કરી બેસી રહે છે, તેમ દેવતા, નારકી, તિર્યંચ, સંસીપણવાળી ગતિ છે, છતાં વાંજણીની વાત જેવા ભવે છે, ત્યાં વળે કંઈ નહિ. આ વસ્તુ વિચારશે ત્યારે તીર્થકર મનુષ્યભવમાં જ કેમ ? દેવતાના ભવમાં તીર્થકર કેમ નહીં, તે સમજણ પડશે. આવી શક્તિ-સાહ્યબીવાળો દેવભવ બાતલ કેમ ? તીર્થકર માટે તીર્થકર નામકર્મ બાંધેલું હેય, દેવલોકમાં જાય તો પણ બાંધેલે બચકો તેમને તેમ રહે. કાછિયાના ખેતરમાં ઝવેરી મેતીની પિટલી દેખાડવા માટે છોડવાને નહીં, તેમ તીર્થંકરનામકર્મ નિકાચિત કરેલું હોય, સામાન્ય તીર્થકર