SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૨૯મું ચાલતું હોય, તે જ ગુન્હા પકડવા તૈયાર થાય. અહીં આત્માનું જૂરીસડીકશન કેટલું છે ? ૨૫–૫૦ વરસનું. તે બહાર ભવાંતરમાં આપણી ગતિ કઈ કે ગુન્હેગારને પકડી લાવીએ? મોટા કેસમાં સરકારને જ ગુન્હેગારને પકડી સાબિત કરવાનું રહે છે. આને બહારનું જુરી સડકશન છે. અંદરનું તે નથી. એ કંગાળ મનુષ્ય બીજે તપાસ કરવા જશે નહિં, તેથી સરકાર તમને તપાસ કરવા મોકલતી નથી. સરકારને તપાસી કોર્ટમાં આખો રેકર્ડ રજૂ કરવાને. આ કેવળી ભગવાને જગતની કોર્ટમાં આ રેકર્ડ તૈયાર કર્યો. ભવાંતરમાં સત્તા નથી ત્યાંના ગુન્હા તપાસવા, તેની પહેલાના ગુન્હા તપાસવા, તે આમની જ સત્તા, પતે તૈયાર કરેલે રેકર્ડ જણાવે છે. તમારા ઘરમાંથી કેણ ચેરી ગએ, તે તમે જાણતા નથી. અહીં એક તમારી અર્થીપણાની અરજી જોઈએ. મારું શું? હું કઈ સ્થિતિને ? આટલી અરજી હોય તો બધા રેકર્ડો તૈયાર થાય; અસીલને અમલ કરવે પડતું નથી, માત્ર આમ બન્યું તે જ જણાવે. પછી સરકારી વકીલ દ્વારાએ, પિતાના માણસો દ્વારાએ, આ કેસ તૈયાર કરે ? શ્રોતાને અથી બનાવવું જોઈએ? તેમ શતા લાગણીથી સાંભળનાર અર્થી જોઈએ. તમે અપારઅનાદિ કાળથી સંસાર સમુદ્રમાં રખડી રહ્યા છો. તમે તમારા આત્માની રખડપટ્ટી નથી જાણતા પણ અનાદિ કાળથી તમે રખડે છે. આમ ચાર ગતિમાં, સૂક્ષ્મ એકેન્દ્રિયમાં, ત્રસ–બાદરમાં રખડ્યા, રખડતાં રખડતાં ગામડીયા ભથને શહેરમાં સરકારની કચેરી મળવી મુશ્કેલ. કચેરીથી ડર લાગે. પિતાનું નુકશાન થાય તે ખમી લે, તેમ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિક દશામાં નુકશાન વેઠી બેઠે હતો. આ મનુષ્યપણું જ્યાં ન્યાય મળે ત્યાં ડરતે હોવાથી આવતું ન હતું, તે સરકારની મુલાકાત ક્યાં ? અરિહંત ભગવાનરૂપી સરકારની મુલાકાત મનુષ્યપણમાં આવનાર જ મેળવી શકે. જંગલમાં મરી ગયાની બૂમે મારે તે કંઈ વળે નહીં. મનુષ્ય સિવાય બધી ગતિમાં દુઃખની બૂમ મારીએ તે જંગલની બૂમ છે. આ જીવ આ મનુષ્યપણુ સિવાય દુખની ચાહે જેટલી બૂમ મારે તે કેઈપણ સાંભળે નહીં, સુણવાઈ કચેરીમાં થાય. અહીં અનાદિનાં પડેલાં દુઃખે, ખાવાએલ કેવળ રત્નની સુણવાઈHearing. મનુષ્ય-ચેરીમાં જ છે. આ મનુષ્યપણું મળ્યા છતાં પણ
SR No.034377
Book TitleAgamoddharak Pravachan Shreni 001 to 054
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1969
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy