________________
૨૫૪
આગદ્ધારક પ્રવચન શ્રેણી કોટિ વજના ૨૫ લાખ લેણું હોય, સામાએ ડગુમગુ સ્થિતિ જાણી, મને સારી સ્થિતિમાં લાવનાર એવાની રકમ મારે ત્યાં રહે તે ઠીક નહિં, લઈ જાવ કહેવાય નહીં. કહે લઈ જાવ તે પાંચ કેડ બીજાને આપવા પડે, ૨૫ લાખનો માલ ડબીમાં ભરી બંધ કરી શેઠને મળવા આવ્યો, ઓશીકા નીચે ડાભલે સરકાવતાં ચાલવા માંડયા. સવારે શેઠ જાગ્યા. ફલાણા શેઠ ભાગી ગયા, પ્રાચીન કાળમાં સવારમાં વહેલા ભાગી જાય. આને ૨૫ લાખની પોક મેલવાની, કહો ગયા છે ૨૫ લાખ પણ મને માન્યું કે ગયા. પોક મેલી, પથારી ઉઠાવી ત્યારે ડાભડે નીક, શેઠને આપે. ચિઠ્ઠી દેખી કે ખાતે જમે કરી લેજે. તે વખત મનમાં આવ્યું કે ગયા, તે વખત પાક મેલી. મનમાં આવ્યું કે રૂપિયા નથી ગયા તો આનંદ. માયા ને અંગે જે સુખ દુઃખ તે માનસિક–એમ ન હતા તે જાનવર પાસે માયા નથી તો ઝૂરી ઝૂરી મારી જવા જોઈએ. જાનવરને એ બાબતની માનસિક પંચાત નથી. માનસિક પંચાત ઊભી થાય તો સુખ-દુઃખ માટે હીરાની, કાંકરાની વાત કરી. તે માનસિક વાતચિત કરી, માટે શારીરિક સ્થિતિ બતાવનાર બીજે દાખલ . અજવાળાએ કાંટાથી બચાવ્યા :
સડક પાસે બાવળીયાના કાંટા વેરાયા છે. અંધારું હોય તે કાંટા વાગે, અજવાળું થાય તે કાંટાથી બચાય. જો કે અજવાળું કાંટાવાળી અને કાંટા વગરની એમ બન્ને જગા બતાવે છે. અજવાળે કાંટાથી બચાવ્યા કહો કે અજવાળે કાંટા વગાડયા કહે ? કાંટા વાગવાના તો હતા જ પણ કાંટાથી બચા તો, ચક્કસ અજવાળાથી જ બચ્યા છીએ, તેમ આ જીવ હિંસાદિક કે ધાદિકમાં તો તીર્થકરનો ઉપદેશ ન હોય તો પણ તે પ્રવર્તેલા જ છે, અંધારામાં કાંટા વાગવાના હતા જ, વાગી રહેલા જ છે, અજવાળું થાય તો કાંટાથી બચીએ. તેમ ધર્મ અને અધર્મ અને અનાદિના હતા તેમાં આપણે કર્મને આધીન હોવાથી, વિષય તરફે આકાંક્ષાવાળા હેવાથી, આહારાદિ પાંચની પંચાતમાં પડેલા હોવાથી, દુઃખી તો થઈ રહેલા હતા, પણ જેમ અજવાળાએ કાંટાની જગા બતાવી, તેની સાથે કાંટારહિત ખાલી જગ્યા બતાવી તો પગ મેલવા કામ લાગી. ખાલી જગામાં પગ મેલવાથી કાંટાના દુઃખથી બચી ગયા, તેમ તિર્થંકરોએ હિંસાદિકનું વિરમણ બતાવ્યું તેને અમલ