________________
૧૪૯
પ્રવચન ૧૭ મું ન માનીએ તે બીજ-અંકૂર પરસ્પર કાર્ય–કારણ ભાવે હતા, તેમ કમ–જન્મ પણ કાર્ય-કારણ ભાવે પરસ્પર રહેલા છે. તેમાં એકબીજા વગર હાઈ ન શકે, તેમાં પ્રથમ કર્મ કે પ્રથમ જન્મ ન માની શકાય. તે તે અનાદિની પરંપરા માનવી પડે, જન્મ પ્રત્યક્ષ સિદ્ધ છે, તે જન્મ-કર્મ. એ પરંપરા આપણે અનાદિની માનવી જ પડે.
અત્યારે સંસાર પાર પામવા શું કરવું?
આ જીવ અનાદિન છે એ મનાવવા માટે આ પંચાત છે ને ? પણ એનું અમારે કશું કામ નથી. અત્યારે શું કરવું? તે બતાવે. બે મુસાફરો જંગલમાં ગયા છે. ત્યાં કૂવામાં છોક ડૂબતે જે. ત્યાં કેમ પડે? કયા ગામને છે? કેમ નીક ? કેમ પડે? તે વિચારવાનું નથી. સીધે કાઢી લેવું જોઈએ. ચાહે જેમ હોય, અત્યારે જીવને સંસારથી પાર ઉતરવાનો છે. આદિની પંચાત શી? દવાની કિંમત દરદની પીડા પાછળ છે. દરદ જેવું પીડા કરનાર હોય તે પાછળ દવાની કિંમત છે. સામાન્ય કાંટો કાઢવા પાછળ કોઈ કેડ રૂપીઆ ખરચતું નથી. દરદની પીડા માલમ પડે તે જ દવાની કિંમત છે. દરદની પીડા માલમ ન પડે તે દવાની કિંમત હોતી નથી. નાના છોકરાને ક્ષય થયે, કઈ વૈદ એક પૈસામાં દવા આપે પણ દવાની પડીકી ન લે. બેરાં લાવવા માટે ધ્યાન રાખ્યું છે, કારણ ક્ષયનું દરદ એના ખ્યાલમાં નથી. બોરાં પર લાગેલી લાગણી છોડી દઈ, પિસો ખરચી ક્ષય મટાડવાની દવા છોકરે લે નહીં.
તમે હજાર પિસા ખરચી દવા કરે છે તો એ કેમ નથી લેત? અજ્ઞાનતા હોવાથી બાળક દવા લેતો નથી. કહેવાનું કે દરદની ભયંકરતા ન લાગે તે દવાની કિંમત સુઝે નહીં. તેમ અહીં આ જીવ અનાદિથી જન્મ અને કર્મની જકડમાં આવેલો છે, તે ખ્યાલમાં ન આવે તે જન્મ-કર્મ નાશ કરવાનો વિચાર જ ન આવે, જેને ખ્યાલ નથી, મછિત થએલે છે, તેને ચાહે તેટલું વાગ્યું હોય પણ તે વખતે બેભાન હોવાથી ખબર નથી, તેમ સંસારના મેહમાં મૂર્શિત થએલો માનવી બે ભાન છે, પોતાના દરદને દેખતે નથી. અનાદિના દરદને દેખતે નથી. દરદને ન દેખે તે દરદનું ભયંકરપણું શું જાણે? તે ન જાણે તે દવા અને દાક્તરની કિંમત કેવી રીતે પિછાણે? એટલી ચિંતા ઓછી