________________ તેઓએ વધુમાં સ્પષ્ટ કહ્યું છે, કે કેવળ ને કેવળ જીવને જ હિત અહિત, સુખ દુખ વગેરેનું જ્ઞાન થાય છે, અન્ય દ્રવ્યો પુદગલ જેને ધર્મ અધર્મ,આકાશ,અને કાળમાં આ પ્રકારનું જ્ઞાનનો સર્વથા સર્વ રીતે અભાવ હોય છે, દ્રવ્યની સામાન્ય પરિભાષા અનુસાર આત્મા પરિણમી અને નિત્ય છે, દ્રવ્ય અને ગુણની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પરંતુ પર્યાય અપેક્ષાએ પરિણામી છે,આત્માના અનાદી ગુણોની અવસ્થાએ પરિવર્તિત થતા રહે છે, તથા સંસારી આત્મા જુદા જુદા જન્મો ધારણ કરે છે,આ અપેક્ષાએ જ આત્મા પરિણામી છે,અને આત્મા ક્યારેય પણ નષ્ટ થતો જ નથી આમ આ અપેક્ષાએ આત્મા નિત્ય છે,સર્વજ્ઞ સર્વ વ્યાપી અને સંપૂર્ણ છે, જ્ઞાન એજ મુક્તિનું સાધન છે, આ જ્ઞાન એ બહારનું જ્ઞાન હરગીજ નહી, નિર્વિચાર , ઈચ્છા રહિત અને અકંપની સ્થિતિ પ્રાપ્ત થયા પછી, અંતરમાંથી પ્રકાશિત થતું આત્માનું જ્ઞાન એજ જ્ઞાન છે, એટલી સ્પષ્ટતા પણ કરવામાં આવેલ છે, એટલે કે પુસ્તકિયું કે કોઈ પાસેથી સાંભળેલું જ્ઞાન એ જ્ઞાન નથી, એટલું સ્પષ્ટ જાણો, આનો અર્થ એ થયો કે ગુરુ પણ જ્ઞાન આપી શકે જ નહી તેતો પોતાએ પોતાની અંદરથી શોધવું પડે છે, જે શોધે છે, તેજ પામે જ છે, તે માટે તો આંતરિક ખેડાણ કરવું પડે છે, અને અકંપ અવસ્થા ધારણ કરવી જ પડે છે,તો જ જ્ઞાનની પ્રાપ્તિ છે, અને જ્ઞાનની પ્રાપ્તિ એજ મોક્ષ છે, તે સિવાય બધું જ નકામું છે, ચાલો આપણે અકંપ થવાની આંતરિક સાધનામાં ઉતરીએ, તત્વચિંતક