Book Title: Aatma Ej Parmatma
Author(s): Unknown
Publisher: Unknown

View full book text
Previous | Next

Page 1
________________ આત્મા એજ પરમાત્મા, મહાવીર ભગવાને પોતાએ પોતાનાં રીતે આંતરિક તપ દ્વારા તમામ કર્મોથી મુક્તિ, પુરેપુરી આંતરિક અને બાહ્ય બન્ને રીતે પૂરી શુદ્ધતા પ્રાપ્ત કરી, અને કંપ રહિત થઈને જ્યારે પુરેપુરા નિગ્રંથ થયા, ત્રિગુણાતીત થયા,આમ તમામ ગુંણથી જ મુક્ત થયા, અને પોતાની તમામ ગ્રંથીઓ પર વિજય પ્રાપ્ત કર્યો એટલે જ તેઓ મહાવીર કહેવાયા, જે માણસ બાહ્ય યુધ્ધમાં વિજય મેળવે છે, તેને વીર કહેવાય છે,, જ્યારે આંતરિક ગ્રંથીઓ અને વિચારોના યુદ્ધ પર વિજય મેળવે છે, ત્યારે તેને મહાવીર કહેવાય છે, આ રીતે આંતરીક કંપ રહિત થતા મહાવીર કહેવાયા છે, તેમાં તો પોતાએ ખોવાય જવું પડે છે,અને આત્મામાં અને પોતાના સ્વભાવમાં સ્થિર થવું પડે છે, ત્યારે જ અકંપ અવસ્થા પ્રાપ્ત થાય છે, મહાવિર ધર્મનો આખરી આખરી સંદેશ એ છે, કે તમો તમારા પોતાના સ્વભાવમાં આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરીને સ્થિર થાવ,અને કંપ રહિત સ્થિતિ પ્રાપ્ત કરો ત્યાં પછી ચિત્તમાં નહી રહેવા પામે હિંસા, અસત્ય,કામ વાસના,,પરિગ્રહ અને સ્વાર્થ આનું નામ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન,અને સમ્યક ચરિત્ર છે, એજ સત્ય સ્વરૂપ અહિંસા છે, અપરિગ્રહ છે, સત્ય છે, સમતા છે, એનું નામ જ આંતરિક સત્ય સ્વરૂપ અહિંસા છે,ત્યા પછી મેત્રિ,પ્રમોદ,કારુણય અને માધ્યસ્થ હાજર જ હોય છે,.એજ પરમો ધર્મનું આચરણ છે,અને ત્યાજ પરમ આનંદ છે. આ છે મહાવીર ધર્મનો આખરી સંદેશ,આ સદેશનું પૂરે પૂરું આચરણ એજ જેન ધર્મ છે, મહાવીર ભગવાન નિગ્રંથ સ્થિતિમાં સ્થિર થયા પછી તેમને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ને આત્માનું ભુતી થઇ આવી સ્પષ્ટ અનુભૂતિ કર્યા પછી તેઓએ ધોષણા કરી કે આત્મા એજ પરમાત્મા છે, બીજો કોઈ પરમાત્મા આ જગતમાં નથી, અને આને જાણવો તેમાં સ્થિર થવું એજ પરમો ધર્મ છે, આ સૃષ્ટિમાં એક જ પરમાત્મા છે, અને તે આત્મા રૂપે બધામાં બિરા જે છે,તેમાં સ્થિર થવાથી જ પરમ સુખ અને આનંદ મળે છે,તેઓએ જ પહેલામાં પહેલા આ ધોષણા કરી છે, એમ પણ કહ્યું કે જીવ અથવા આત્મા કે સ્વતંત્ર અસ્તિત્વ વાળું દ્રવ્ય છે, આજના વિજ્ઞાને તેને પુષ્ટિ વરસો પછી આપી છે,,મહાવીર ભગવાનની વાત વિજ્ઞાનની કસોટીમાં પણ સો ટકા સત્ય પુરવાર થઇ છે, તેજ તેમની આગવી વિશેષતા છે, જગતના બીજા કોઈ જ્ઞાની માણસોની વાતને વિજ્ઞાને માન્ય કરેલ નથી, તે હકીકત છે, મહાવીર ભગવાને સ્પષ્ટ કહ્યું કે આત્મા પોતાના અસ્તિત્વ માટે કોઈ પર નીર્ભર નથી ,અને તેના પર બીજા કોઈ દ્રવ્ય આશ્રિત પણ નથી,, આમ પૂર્ણ રીતે આત્મા સ્વતંત્ર છે, જ્યાં પૂર્ણ રીતે સ્વતંત્રતા હોય ત્યાં જ આનંદ ધટીત થાય છે, આથી જ આત્મા આનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે,તેમાં સ્થિર થવું તેજ પરમો ધર્મ છે.

Loading...

Page Navigation
1 2