SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સામગ (૩૧) તેથી સર્વજ્ઞત્વની, સિદ્ધિ સાંપડતાં ય; પ્રાપ્તિ સિદ્ધિ પદ તણી, ત્યારે જ થઈ જાય ! ૭, અર્થ –સર્વથા શાસ્ત્રદ્વારા જ તે સમ્યગદશનાદિનું પરિજ્ઞાન થાય, તે સાક્ષાત્કારિ પણાનો પ્રત્યક્ષપણાને યોગ થશે, અને તેમ થતાં તેને સર્વપણાની સંસિદ્ધિને લીધે ત્યારે જ સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ જશે ! (આમ દેષ આવે છે). વિવેચન હવે જે શાસથકી જ તે સિદ્ધિપદની પ્રાપ્તિના કારણવિશેનું સર્વથા જ્ઞાન થાય એમ માનવામાં આવે, તે શે વિરોધ આવે છે? તેને અહીં ખુલાસો કર્યો છે –૧) જે એમ થાય તે સર્વ ભાવનું પ્રત્યક્ષપણું થશે, (૨) એટલે ત્યારે જ સર્વજ્ઞપણું સાંપડશે, (૩) અને તેવી જ રીતે ત્યારે શ્રવણ થતાં જ મુક્તિ પણ મળશે ! (૧) જે શાસ્ત્રથી જ સમ્યગદર્શન વગેરેના સર્વ પ્રકારો જાણવામાં આવી જાય, તે પછી તે સર્વ ભાવોને સાક્ષાત્કાર થાય, તે સર્વ ભાવ પ્રત્યક્ષ દેખાય. (૨) એટલે પછી શ્રવણ કરતાં જ સાંભળતાં વેંત જ તે શ્રોતા યોગીને સર્વજ્ઞાપણું સાંપડી જાય ! શાસ્ત્રથી જાણ્યું-સાંભળ્યું કે તરત કેવલજ્ઞાન ! બીજી બધી પંચાત ને માથાકૂટ મટી જાય ! (૩) અને તેમ થાય તે ત્યારે જ-સાંભળતી વેળાએ જ તેને સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થઈ જાય ! સાક્ષાત્ મોક્ષ મળી જાય ! કારણ કે શાસ્ત્રથી જ અયોગિકેવલિપણાને પણ જાણવાનો પ્રસંગ બને છે. એટલે ઉક્ત ન્યાયે તેમ જાણતાં જ સિદ્ધિ થઈ જવી જોઈએ ! પણ તેમ બનતું દેખાતું નથી અને આ બધું પ્રત્યક્ષ વિરુદ્ધ છે, અનિષ્ટ છે, દષ્ટઈષ્ટ બાધિત છે. કારણ કે (૧) શાસ્ત્ર દ્વારા તે સર્વભાવ સાક્ષાત્-પ્રત્યક્ષ એટલે આત્માનુભવગમ્યપણે દેખાતા નથી, પરેક્ષપણે જ દેખાય છે. શ્રુતજ્ઞાનનો વિષય પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી. (૨) આમ શાસથી પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, એટલે તે થકી સર્વજ્ઞપણું પણ ઘટતું નથી. (૩) તેમ જ સિદ્ધિપદની પ્રાપ્તિ પણ થતી દેખાતી નથી. માટે શાસ્ત્રદ્વારા જ સમ્યગદર્શનાદિ ક્ષહેતુઓ સર્વથા સર્વ પ્રકારે જાણી શકાય નહિ, એ સિદ્ધાન્ત દઢ થયો. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નીવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નીવડે છે.” –શ્રીમદ્ રાજચંદ્રજી એ હશે, એમ પણ ભલે હે, એમાં અમને શી બાધા છે? એટલા માટે અને કહે –
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy