SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિ : દેખે નિજ ગુણ હાણ “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ ! . હું તે દોષ અનંતનું, ભાજન છું કરુણાળ ! શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપ તણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગને, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુગ. હું પામર શું કરી શકું? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. અચિંત્ય તુજ મહાભ્યને, નથી પ્રકુલિત ભાવ; અંશ ન એક સ્નેહને, ન મળે પરમ પ્રભાવ અચળ રૂપ આસક્તિ નહિં, નહિં વિરહને તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિં તેને પરિતાપ. ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહિં ભજન દૃઢ ભાન; સમજ નહિ નિજ ધમની, નહિં શુભ દેશે સ્થાન. કાળ દેષ કળિથી થયે, નહિં મર્યાદા ધર્મ તેય નહિં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; દેદ્રિય માને નહિં, કરે બાહ્ય પર રાગ. તુજ વિયેગ ફુરતા નથી, વચન નયન યમ નહિ, નહિં ઉદાસીન અભક્તથી તેમ ગૃહાદિક માંહિ. અહંભાવથી રહિત નહિં, સ્વધર્મ સંચય નાંહિ; નહિં નિવૃત્તિ નિમળપણે, અન્ય ધર્મની કાંઈ. એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું; નહિં એક સગુણ પણ, મુખ બતાવું શું? કેવળ કરુણામૂર્તિ છે, દીનબંધુ દીનાનાથ! પાપી પરમ અનાથ છું, હે પ્રભુજી! હાથ. અધમાધમ અધિકે પતિત, સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું? પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દેજ.”- શ્રીમદ રાજચંદ્રજી
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy